Prachi Tirtha,તા.22
પ્રાચી તીર્થ તેમજ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં દશામાં ના વ્રત ની ભાવ ભેર ઉજવણી કરવામાં આવે છે જેમાં બહેનો તેમજ ભાઈઓ બને આ વ્રત રાખે છે જેમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે દશામાં ની મૂર્તિ ની પોતાના ઘરે સ્થાપના કરી વિધિ વત પૂજા અર્ચના કરી માતાજી ના ઉપવાસ કરે છે આ વ્રત 10દિવસ સુધી ચાલે છે આ વ્રત મા દશામાં ની મૂર્તિ ની સ્થાપના કર્યા પછી 10દિવસ સુધી માતાજી ની પૂજા અર્ચના કરવામાં આવે છે અને 10દિવસે માતાજી ની મૂર્તિ ને વ્હેતા પાણી મા વિસર્જન કરવામાં આવે છે આ દશામાં ના વ્રત ને લઈ બજાર મા પણ દશામાં ની અવનવી મૂર્તિ ઓ જોવા મળી રહી છે