રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૭.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૨૦૦ સામે ૮૨૫૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૧૧૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૧૮૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૨૭ સામે ૨૫૧૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૦૭૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૦૯૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડિલ ટૂંક સમયમાં જ થવાની શકયતાના નિવેદન અને ભારત સાથે કેટલા ટેરિફ પર ડિલ થશે એ મામલે સમીક્ષકો પોઝિટીવ અનુમાન મૂકી રહ્યા હોવા છતાં વૈશ્વિક સ્તરે ફરી જીઓપોલિટિકલ ટેન્શન વધતાં અને ચોમાસાની સારી પ્રગતિ છતાં કોર્પોરેટ પરિણામોમાં અનેક પડકારોને લઈ સાધારણથી નબળા પરિણામોની ધારણા વધતાં અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી આક્રમક બનતાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બેંકિંગ ક્ષેત્રે એચડીએફસી બેંકના પ્રથમ એક શેર દીઠ એક શેર બોનસ આપવાના નિર્ણય અને અપેક્ષાથી સારા પરિણામ તેમજ આઈસીઆઈસીઆઈ બેંકના પણ પોઝિટીવ રિઝલ્ટ આકર્ષણે ગઈકાલના ઉછાળા બાદ આજે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વર્તમાન મહિનાના અંતે મળી રહેલી બેઠકમાં ફેડરલ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો આવવાના અહેવાલે વૈશ્વિક ડોલર ઈન્ડેકસ નબળો પડતા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ચીનની ક્રુડઓઈલની આયાત ગત મહિને બે કરતા વધુ વર્ષની ઊંચી સપાટીએ રેહતા આગામી દિવસોમાં ક્રુડઓઈલમાં માંગ વધવાની ધારણાંએ ભાવ મક્કમ રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એકમાત્ર કંઝ્યુમર ડિસ્ક્રેશનરી સેક્ટરલ વધ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૩૧ અને વધનારની સંખ્યા ૧૭૯૦ રહી હતી, ૧૭૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈટર્નલ ૧૦.૫૬%, ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ ૧.૦૮%, બીઈએલ ૦.૭૨%, મારુતિ સુઝીકી ૦.૬૬%, હિંદુસ્તાન યુનિલિવર ૦.૬૫%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૫૩% મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૩૯%, બજાજ ફાઈનાન્સ ૦.૩૬% અનેએચડીએફસી બેન્ક ૦.૩૩% વધ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ ૨.૦૪%, અદાણી પોર્ટ્સ ૧.૯૩%, સ્ટેટ બેન્ક ૧.૧૨%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૦૮%, લાર્સન લિ. ૧.૦૭%, આઈટીસી લિ. ૦.૯૬%, ઈન્ફોસિસ ટેકનોલોજી ૦.૯૨%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૨% અને સન ફાર્મા ૦.૭૪% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૪૪ લાખ કરોડ ઘટીને ૪૫૮.૫૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૩ કંપનીઓ વધી અને ૧૭ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારીત ફુગાવાનો દર ચાલુ વર્ષે સરેરાશ ૪% રહેશે તેવો અંદાજ રેટિંગ એજન્સી ક્રિસિલે તેના રિસર્ચ રિપોર્ટમાં આપ્યો છે. ગત વર્ષે સરેરાશ રિટેલ ફુગાવાનો દર ૪.૬% રહ્યો હતો. ક્રિસિલના મતે ચાલુ વર્ષે જીડીપી ગ્રોથ ૬.૫% રહેશે તેવો અંદાજ છે જેમાં વિપરીત સંજોગોની સ્થિતિમાં ઘટાડાનું જોખમ છે. જો ચોમાસું સારું રહેશે અને રેપો રેટમાં ઘટાડો થશે તો ગ્રોથને સપોર્ટ મળશે. સિસ્ટમમાં લિક્વિડિટીનો સપોર્ટ છે, જે અર્થતંત્રની નાણાકીય પરિસ્થિતિને મદદરૂપ થશે પરંતુ મૂડીપ્રવાહ વોલેટાઈલ રહેવાની સંભાવના છે કારણ કે ડોલર સામે રૂપિયામાં વોલેટિલિટી જોવાઈ રહી છે. બેન્ક ક્રેડિટ ધીમું રહેશે તેવી સંભાવના છે.
મે મહિના સુધીના ઉપલબ્ધ ડેટા સંકેત કરે છે કે બેન્ક ક્રેડિટ ગ્રોથ પ્રથમ ક્વાર્ટરમાં નરમ પડ્યો છે. ફુગાવો નીચો આવશે તેને પગલે મોનિટરી પોલિસી કમિટી ચાલુ નાણાકીય વર્ષમાં વધુ એક વાર રેપો રેટમાં ઘટાડો કરશે તેવી સંભાવના છે. ત્યારબાદ તે રેટ યથાવત્ રાખશે. જોકે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે મૂડીપ્રવાહ અને કરન્સી મૂવમેન્ટમાં વોલેટિલિટી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે એમપીસીની જૂન મહિનાની મીટિંગમાં રેપો રેટમાં ૦.૫૦%નો ઘટાડો કરાયો હતો જેને પગલે રેપો રેટ ઘટીને ૫.૫% થયો હતો. ક્રિસિલના અંદાજ અનુસાર ચાલુ વર્ષે જો વધુ એક વાર વ્યાજદરમાં ઘટાડો થાય અને તે ઘટાડો ૦.૨૫નો હોય તો રેપો રેટ ૫.૨૫% થઈ શકે છે.
તા.૨૩.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૨.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૦૯૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૨૫૨૭૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૦૭ પોઈન્ટ થી ૨૪૯૩૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એસીસી લિ. ( ૧૯૫૯ ) :- સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૭૪ થી રૂ.૧૯૮૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૯૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઓબેરોય રિયલ્ટી ( ૧૮૨૫ ) :- હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરના આ સ્ટોક રૂ.૧૭૯૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૮૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૪૩ થી રૂ.૧૮૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૪૨૮ ) :- રૂ.૧૩૯૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮૦ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૫૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- ભારત ફોર્જ ( ૧૨૧૦ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૩૪ થી રૂ.૧૨૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એક્સીસ બેન્ક ( ૧૧૦૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૭૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૧૧૭ થી ૧૧૩૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- લુપિન લિ. ( ૧૮૯૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૦૯ આસપાસ વેચવાલી થકી રૂ.૧૮૭૬ થી રૂ.૧૮૬૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૨૯ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૭૨ ) :- રૂ.૧૪૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૯૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૩૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૫૧ ) :- હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૧૫ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૯૭ થી રૂ.૯૯૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૯૬૩ ) :- રૂ.૯૮૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૪૪ થી રૂ.૯૩૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!