Rajkot,તા.22
પાલતુ કૂતરાઓ ના સામસામે ઘુરકિયા માલિકો વચ્ચે માથાકૂટ નું કારણ બન્યા બનાવવામાં ગાંધીગ્રામ પોલીસ મથકની હદમાં આવેલ એવન્યુ ફ્લેટ પાર્કિંગ માં પાલતુ કુતરા મુદ્દે મારામારીનો બનાવ નોંધાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ એવન્યુ ફ્લેટ સી ૩૦૫નાણાવટી ચોક માં રહેતા શિવમ અમીરચંદ શાહુ વાણીયા ૨૨ એ હર્ષ રાજસિંહ ઝાલા, અને લીલી સાડી પહેરેલ તેમના બહેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ૧૯/૭ ના રોજ રાત્રે ૧૧:૩૦વાગે ફરિયાદી પોતાનું સ્વાન લઈને પાર્કિંગમાં હતા ત્યારે હર્ષરાજ સિંહ પણ પોતાનું કુતરું લઈને ત્યાં આવતા હર્ષરાજસિંહ નું કુતરુ ભસવા લાગતા હર્ષરાજસિંહ ગુસ્સે થઈ ગયો હતો અને ફરિયાદી અને સાહેદ મીરાબેન ને ગાળો બોલી હુમલો કરી લાફા મારી દીધા હતા અને પોલીસ ફરિયાદ કરવાનું કેમ કહેછે ?તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આ અંગે શિવમ અમિરચંદ સાહુ એ ગાંધીગ્રામ ૨પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હેડ કોન્સ્ટેબલ મુન્નાભાઈ ઢાપાએ તપાસ હાથ ધરી છે