Dhaka,તા.22
PGVCL દ્વારા ઉપલેટા તાલુકાનાં ભાયાવદર પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા પાનેલી મોટી ગામમાં મોડેલ સોલાર વિલેજ સ્પર્ધા અંતર્ગત કે જે પટેલ હાઇસ્કૂલ માં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૭૦ જેટલા વિધ્યાર્થીઓ દ્વારા સોલાર રૂફટોપ, ગ્રીન એનર્જી, ઉર્જા સંરક્ષણ જેવા વિષયો ઉપર વિવિધ પ્રકારના ચિત્રો દોરી સ્પર્ધા માં ઉત્સાહ ભેર ભાગ લેવામાં આવ્યો હતો. આ સ્પર્ધા માં PGVCL વિભાગીય કચેરી ના કાર્ય પાલક ઇજનેર શ્રી બી. પી. રાડા સાહેબ તથા ભાયાવદર પેટા વિભાગીય કચેરી ના નાયબ ઇજનેર શ્રી એમ. કે. ચોટલીયા અને સ્ટાફ તથા પાનેલી મોટી ગામ ના સરપંચ શ્રી તેમજ કે જે પટેલ હાઇસ્કૂલ ના આચાર્ય તથા તેમના સ્ટાફે વિધ્યાર્થીઓ ને સંમાનિત કર્યા હતા. કાર્યક્રમ ના અંતે સૂર્ય ઊર્જા તથા ઊર્જા સંરક્ષણ ના પ્રચાર અર્થે વિશાળ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.