New Delhi,તા.23
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજથી બ્રિટન પ્રવાસ શરુ થયો છે અને તેમાં આ દેશ સાથે વ્યાપાર સમજુતી ઉપરાંત ભારતના ભાગેડુ વિજય માલ્યા, લલિત મોદી અને નિરવ મોદી સહિતના તમામને ભારતને પ્રત્યાર્પણથી સુપ્રત કરાય તે પણ વડાપ્રધાનના એજન્ડામાં છે.
વડાપ્રધાનની બ્રિટન અને માલદીવની મુલાકાત અંગે વિદેશ સચીવ વિક્રમ મિસરી એ જણાવ્યું હતું કે ભારતમાંથી બેંકો અને અન્ય રીતે છેતરપીંડી કરીને જે લોકો બ્રિટનમાં વસી ગયા છે તેઓને પરત સોંપવાની બ્રિટીશ સરકાર પર દબાણ લવાશે.
લલિત મોદી પર ફેમા ભંગ સહિતના આરોપો છે. વિજય માલ્યા બેંક ડિફોલ્ટર છે અને નિરવ મોદી પણ ભારતની બેંકો સાથે રૂા.13800 કરોડનો ફ્રોડ કરીને બ્રિટનમાં નાસી છુટયા છે અને તેઓ હાલ બ્રિટીશ જેલમાં છે તેથી તેમને પરત લાવવા માટે ભારત પ્રયાસ કરી રહ્યું છે તે સમયે વડાપ્રધાન તે મુદે દબાણ લાવશે.