ચોટીલા ઝરીયા મહાદેવ રોડ પર સરકારી ખરાબામાં સવા કરોડ ના દારૂ પર રોલર ફેરવી દેવાયું
Chotila,તા.23
ચોટીલા નાની મોલડી અને થાનગઢ પોલીસ મથક દ્વારા પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો સબ ડિવિઝનલમેજિસ્ટ્રેટ ની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ચોટીલા પંથકમાં પકડાયેલા દારૂ ના નાશ માટે ચોટીલા સબ ડિવિઝનલ મેંજિસ્ટ્રેટ એચટી મકવાણા ના અધ્યક્ષ સ્થાને ચોટીલાના દરિયા મહાદેવ રોડ સરકારી ખરાબામાં ચોટીલા પોલીસે પકડેલ ૧૮૫૦૭, નાની મોલડી પોલીસ સ્ટેશનના ૭૭૮, અને થાનગઢ પોલીસ સ્ટેશનને પકડેલ ૬૫૪૮ બોટલ બડી કુલ ૨૫૮૩૩ બોટલ મળી કુલ રૂપિયા એક કરોડ આઠ લાખ ૩૩ હજાર ના મુદ્દા માલ ને સરકારી ઠરાવવામાં પાથરી તેના પર રોડ રોલર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો હતો આ કામગીરીમાં સુરેન્દ્રનગર નશાબંધી અધિક્ષક લીમડી ડીવાયએસપી ચોટીલા મામલતદાર થાનગઢ મામલતદાર, ત્રણેય પીઆઇ અને મહેસુલ અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા