Melbourne,તા.24
ઓસ્ટ્રેલિયામાં ફરી ભારતીયો તથા ધાર્મિક સંસ્થાઓને નિશાન બનાવવાનુ શરૂ થયુ હોય તેમ સ્વામીનારાયણ મંદિરને ઝપટે લેવાયુ હતું. ગો હોમ બ્રાઉન (પાછા જાવ) જેવુ ધિકકાર સર્જતા વાકયો લાલ અક્ષરમાં લખવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયામાં ગઈકાલે ભારતીય યુવક પર પાંચ શખ્સોએ વંશીય હુમલો કર્યો હતો ત્યારપછી બોરોનિયા સ્થિત સ્વામીનારાયણ મંદિરને નિશાન બનાવાયુ હતું. એટલુ જ નહીં, નજીકમાં આવેલા ભારતીયો દ્વારા ચલાવાતા બે રેસ્ટોરાંમાં પણ સમાન લખાણ લખવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયામાં હિન્દુ કાઉન્સીલના પ્રમુખ મકરંદ ભાગવતે આ ઘટના પર આઘાત દર્શાવ્યો હતો. ભારતીય મંદિર શાંતિ અને એકતાનુ પ્રતિક છે. દરરોજ પૂજા-પાઠ, સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. વિકટોરીયાના વડા દ્વારા પણ ઘટનાની ટીકા કરી હતી. મંદિર પરનો આ હુમલો સુરક્ષાના અધિકાર સામે ખતરો છે. વંશીય-જાતિય ભેદભાવને કોઈ અવકાશ નથી.
વિકટોરીયા તંત્ર દ્વારા મંદિર મેનેજમેન્ટને તમામ પ્રકારની મદદની ઓફર કરવામાં આવી હતી.ભારતીય સંસ્કૃતિ-શ્રદ્ધાને કોઈ આંચ નહીં આવવા દેવા તથા સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ સમગ્ર ઘટના વિશે સુરક્ષાતંત્ર દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.