Ahmedabad,તા.24
ગુજરાતમાં ગંભીરા પુલ દુઘટનાએ રાજયના વિશાળકાયથી લઈને નાના પુલો અને મહત્વના માર્ગોની સલામતી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે અને એ પણ સાબીત થયું છે કે જયાં સુધી આ પ્રકારની કોઈ દુઘટના ન સર્જાય ત્યાં સુધી પુલોની સલામતી અંગે ભાગ્યે જ ચીંતા થાય છે તે સમય હવે રાજય સરકાર મહત્વના પુલ તથા અન્ય સરકારી બાંધકામો તથા ઈન્ફ્રાસ્ટ્રકચરની સલામતી માટે એક અલગથી ઓથોરીટી ઉભી કરવાની વિચારણા કરી રહી છે.
જે આ પ્રકારના સરકારી બાંધકામો પર સતત ડીજીટલ મોનીટરીંગ રાખશે અને સમયાંતરે તેની સલામતી અંગે પણ તપાસ કરશે. જો તે સ્થાપવામાં આવે તો દેશમાં ગુજરાત તે ક્ષેત્રમાં પ્રથમ રાજય બની જશે. જેને સેફટી મેનેજમેન્ટ ઓથોરીટી જેવું સ્ટેટસ મળશે અને તે સુધી મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાયેલું હતું અને તે તમામ સરકારી ઈન્ફ્રાસ્ટ્રકચર પર રાજયભરમાં નજર રાખશે.
હાલ રાજયનું માર્ગ અને બાંધકામ વિભાગને આ કામગીરી કરવાની હોય છે પરંતુ જયાં સુધી કોઈ ગંભીર ફરીયાદ ન મળે ત્યાં સુધી કોઈ ચકાસણી કે મોનેટરીંગ જેવી વ્યવસ્થા નથી જયારે હાઈવેમાં સરકારે ટોલટેકસ મારફત માર્ગો અને પુલોની જાળવણીનું કામ ખાનગી ક્ષેત્રને સોંપી દીધુ છે પણ તેમાં પણ સલામતી બાબતે ભાગ્યે જ કોઈ ચીંતા થાય છે.
તેથી જ હવે હાલ રાજયમાં અનેક ક્ષેત્રો ઉપર નજર રાખવા મુખ્યમંત્રી ડેશ બોર્ડ જેવી કામગીરી થાય છે. તેમાં હવે પુલોને પણ આવરી લેવામાં આવશે. જેમાં ખાસ ઓથોરીટી અને ચોકકસ અધિકારીઓને જવાબદારી સોંપાશે. સરકાર તેના દરેક વિભાગને તેના હસ્તકની જે પ્રોપર્ટી છે તેની સલામતી સહિતની બાબતોની ચીંતા આ ઓથોરીટીને સોંપી દેશે અને તેમાં ત્રણ સ્તરનું મોનેટરીંગ સીસ્ટમ પણ ગોઠવાશે.
જેમાં સ્થાનિક ઉપરાંત જીલ્લા અને રાજય કક્ષાનું સુપરવિઝન હશે. સરકારના વિભાગોમાં તે માટે જવાબદારીનું વિભાજન થશે. માર્ગ અને બાંધકામ વિભાગ તમામ પુલો અને સિંચાઈ વ્યવસ્થા, ડેમ અને અન્ય જળાશયોની ચીંતા કરશે જયારે શહેરી વિકાસ વિભાગ, મહાનગરોમાં જાહેર પબ્લીક એસેટસ તરીકે જે ઈન્ફ્રાસ્ટ્રકચરના સલામતીની ચિંતા કરશે.
જયારે પંચાયત વિભાગને ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રકચરની જવાબદારી સોંપાશે અને તેથી દરેક વિભાગ માટે ખાસ અધિકારી નિયુકત થશે અને તેમાં સલામતીના હેતુસર ચકાસણી માટે ટેકનોલોજી અને સાધનો ઉપલબ્ધ કરાવાશે.
આ નવા મીકેનીજમ હેઠળ જીલ્લા કક્ષાનું ઈન્સ્પેકશન ફરજીયાત રહેશે જયારે રાજયકક્ષામાં અનેક વખત ઓચીંતી મુલાકાત લઈને આ પ્રકારનું ઈન્સ્પેકશન કરાશે અને આ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રકચરની જાળવણી માટે ખાસ ભંડોળ પણ અપાશે અને નિયમીત રીતે દરેકની સલામતીનો રીપોર્ટ આપવાનો રહેશે જેના કારણે કોઈપણ દુર્ઘટના બને તે પૂર્વે સલામતી માટેના જરૂરી ઉપાયો થઈ શકે અને જવાબદારી પણ નિશ્ચિત થઈ શકે.