Jamnagar તા ૨૪
જામનગરમાં સાંઢિયા પુલ પરથી પસાર થઈ રહેલી એક કારમાં દારૂની જંગી બાટલીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે, અને નાઘેડી નો શખ્સ કાર ચલાવીને આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે જામનગર ના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે વોચ ગોઠવી ત્યાંથી પસાર થઈ રહેલી જીજે ૧૬ બી.કે. ૬૪૯૯ નંબરની કારને અટકાવી હતી.
જે કાર ની તલાસી લેતાં તેની અંદરથી ઇંગ્લિશ દારૂની ૨૫૧ નંગ મોટી બાટલી તેમ જ ૪૮૦ નંગ ઇંગ્લિશ દારૂના ચપટા મળી કુલ ૩,૮૯,૮૪૦ ની કિંમત નો ઇંગલિશ દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ કાર અને એક મોબાઇલ ફોન સહિત નાઘેડીના કાર ચાલક રવિરાજસિંહ ગોપાલજી જાડેજા ની અટકાયત કરી લીધી છે.
પોલીસની પૂછ પરછ દરમિયાન ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮ માં રહેતા આનંદ ઉર્ફે બાડો નાનજીભાઈ ભદ્રા તેમજ હિરેન બાવાજી એ મંગાવ્યો હોવાનું કબૂલતાં તે બંનેને ફરારી જાહેર કરાયા છે, અને શોધખોળ હાથ ધરી છે.