Punjab,તા.25
ગુજરાતમાં અનેક વખત ચોમાસા દરમ્યાન ગ્રામીણ વિસ્તારમાં કોધવે સહિતના માર્ગો પર પાણી ભરાઈ જતા બાળકો પાણીમાં ઉતરીને શાળાએ જવા માટે મજબૂર હોય છે તેવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે પણ પંજાબના મોગા જિલ્લામાં વરસાદ વચ્ચે ભારે પાણીના પ્રવાહમાં બાળકોને સલામત રીતે એક કોઝવે જેવો પુલ પસાર કરવા અનેક ગ્રામ્યજનોએ માનવ પુલ બનાવ્યો હતો.
તેમની પીઠ પરથી બાળકો પસાર થઈને પાણીમાં સલામત સામે છેડે પહોંચી ગયા હતા. ચંદીગઢથી અંદાજે 160 કી.મી. દુર મેલેનાગામમાં લોકો કહે છે કે ચોમાસા દરમ્યાન અમારા માટે આ રોજનું થયું છે.
ભારે વરસાદને કારણે અહીની નાની નદીઓ અને કેનાલમાં પાણી વહે છે જેના કારણે બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી પડે છે અને તેથી ગ્રામ્યજનો નાની નદી પાર કરવા માટે પોતે પાણીમાં ઉતરીને તેમની પીઠ પરથી બાળકોને આઠ ફુટનો લાંબો રસ્તો પસાર કરાવે છે.
અગાઉ અહી તેઓએ પથ્થરો નાંખીને તેના પરથી પસાર થઈ શકે તેવો પુલ બનાવ્યો હતો પરંતુ તેના પરથી બાળકોને પસાર કરવામાં પણ જોખમ હોવાથી હવે તેઓ પોતે જ માનવ પુલ બનાવે છે.