Surendranagar તા.25
આર.ટી.ઓ. સુરેન્દ્રનગર દ્વારા મોટર સાયકલ પ્રકારનાં વાહનો માટે GJ13BL સીરીઝના ગોલ્ડન/સિલ્વર, અન્ય નંબરો માટે ઈ-ઓકશન તા.05 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે, તા.20 ઓગસ્ટથી તા.22 ઓગસ્ટના રોજ ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા મોટર સાયકલ પ્રકારનાં વાહનો માટે GJ13BL – 0001 થી 9999 સીરીઝ માટે ઈ – ઓકશન શરૂ કરવામાં આવનાર છે.
આ સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબર તેમજ અન્ય નંબર મેળવવા ઈચ્છુક વાહન માલિકોએ તેમના પસંદગીનાં નંબર – ONLINE hattp://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરાવી – ઈ ઓકશનમાં ભાગ લઈ શકાશે.
ઈ – ઓકશન માટે તા.05.08.2025 થી તા. 20.08.2025 સુધીમાં ઓનલાઈન સી.એન.એ.ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.20.08.2025 થી તા.22.08.2025ના રોજ ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે.
ઉલ્લેખનીય છે કે, વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી 60 દિવસના અંદરનાં જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. જેની નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.