Bhavnagar તા.25
શિવ સ્ફુરણ,ભક્તિ રાગ અને પ્રાકૃતિક સોંદર્યના ત્રિવેણી સંગમ સમાન પર્વાધિરાજ શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે ત્યારે સમગ્ર દેશ ની સાથે ગોહિલવાડ પણ શિવત્વ સાથે સંયોજાઈ ગયું છે.
ભાવનગર જિલ્લા ના ગોપનાથ, નિષ્કલંક મહાદેવ,માળનાથ મહાદેવ, સિહોરના નવનાથ સહિતના પ્રસિદ્ધ શિવધામ ઉપરાંત ભાવનગરના તખ્તેશ્વર મહાદેવ,ભીડભંજન મહાદેવ, જશોનાથ મહાદેવ, દેવનાદ મહાદેવ, નીલકંઠ મહાદેવ, ચંદ્રેશ્વર મહાદેવ, સ્થાપનાથ મહાદેવ, કામનાથ મહાદેવ અને બિલેશ્વર સહિત ના શિવાલયો માં શિવઘોષ સાથે ભાવ, ભક્તિ અને આધ્યાત્મિકતા નો ત્રિવેણી સેતુ રચાયો છે.
સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવજીને દૂધ, શેરડી નો રસ અને બિલ્વ પત્રના અભિષેક, રુદ્રી, લઘુરુદ્ર, રાત્રી પૂજા અને મહાપ્રસાદ ના આયોજનો દ્વારા શિવ કૃપા પ્રાપ્ત કરવા ભક્તો શિવ આરાધના કરશે. તો શિવાલયો માં પણ સુશોભનો, લાઈટિંગ અને શિવલિંગ ને દરરોજ આકર્ષક આંગી કરવામાં આવશે. તો આ માસ માં તહેવાર શૃંખલા દરમ્યાન ભરાતા લોકમેળા માં પણ લોકો ઉત્સાહ થી ભાગ લેશે.