રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૭.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૮૪ સામે ૮૨૦૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૩૯૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૨૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૪૬૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૯૫ સામે ૨૫૦૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૮૩૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૮૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં કડાકો નોંધાયો હતો. ભારત – અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે અનિશ્ચિતતા અને સ્થાનિક નબળા કોર્પોરેટ પરિણામોના પગલે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ભારત અને યુ. કે. વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતાં બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપારમાં વધારો થવાની અપેક્ષા છતાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દેશોને ૧૫% થી ૫૦% ટેરિફ લાદવાની ચીમકી અને બીજી તરફ યુરોપીયન યુનિયન સાથે ટ્રેડ ડિલના સંકેત વચ્ચે આજે સ્થાનિક બજારમાં સેન્ટીમેન્ટ ફરી ડહોળાયું હતું. વધુમાં વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી અને રૂપિયામાં કડાકાની અસર પણ જોવા મળી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, જાપાન સાથે ટેરિફ કરાર બાદ હવે અમેરિકા તથા યુરોપિયન યુનિયન વચ્ચે પણ ટેરિફ કરાર થવાની વધેલી તકો સાથે વેપાર તાણ ઘટશે અને વૈશ્વિક અર્થતંત્ર મજબૂત બનશે તેવા અહેવાલોએ ડોલર ઈન્ડેકસ સુધારા તરફી રહેતા ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે અમેરિકામાં ક્રુડઓઈલનો સ્ટોક અપેક્ષા કરતા વધુ ઘટીને આવતા ક્રુડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૮૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એકમાત્ર હેલ્થકેર સેક્ટરલ વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૯૩ અને વધનારની સંખ્યા ૧૧૧૬ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં માત્ર સન ફાર્મા ૦.૫૨% અને ભારતી એરટેલ ૦.૫૫% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે બજાજ ફાઈનાન્સ ૪.૭૩%, પાવર ગ્રીડ ૨.૬૧%, ઈન્ફોસિસ લિ. ૨.૪૪%, ટેક મહિન્દ્ર ૨.૪૪%, બજાજ ફિનસર્વ ૨.૨૯%, ટ્રેન્ટ લિ. ૨.૧૭%, ટાટા મોટર્સ ૧.૯૦%, એનટીપીસી ૧.૬૫%, ટાટા સ્ટીલ ૧.૨૫%, મારુતિ સુઝુકી ૧.૨૩%, અદાણી પોર્ટ્સ ૧.૨૧% અને સ્ટેટ બેન્ક ૧.૧૫ ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૬.૪૨ લાખ કરોડ ઘટીને ૪૫૧.૬૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨ કંપનીઓ વધી અને ૨૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, એચએસબીસી ફલેશ ઈન્ડિયા કમ્પોઝિટ પીએમઆઈ આઉટપુટ ઈન્ડેકસ જે જૂનમાં ૫૮.૪૦ હતો તે જુલાઈમાં વધી ૬૦.૭૦ પહોંચી ગયો છે. એકંદર વેચાણમાં વધારો, નિકાસ ઓર્ડરોમાં મજબૂતાઈ તથા ઉત્પાદનના ઊંચા સ્તરને પરિણામે સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ)માં વધારો જોવા મળ્યો છે. ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈને પરિણામે વર્તમાન મહિનામાં દેશની એકંદર વેપાર પ્રવૃત્તિમાં વધારો થયો હોવાનું ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો એચએસબીસી પ્રારંભિક સંયુકત ઈન્ડેકસ પરથી જણાય છે.
બીજી બાજુ ફુગાવાજન્ય દબાણ સતત વધી રહ્યું છે અને કાચામાલના ખર્ચ તથા ઉત્પાદનના દરો જુલાઈમાં ઊંચે ગયા છે. વેપાર વિશ્વાસ પણ માર્ચ ૨૦૨૩ બાદની નીચી સપાટીએ પહોચી ગયો છે, જ્યારે રોજગાર વૃદ્ધિ નરમ પડી પંદર મહિનાની નીચી સપાટીએ રહી છે. ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ જે જૂનમાં ૫૮.૪૦ રહ્યો હતો તે જુલાઈમાં વધી ૫૯.૨૦ રહ્યો હતો. જે સાડાસતર વર્ષની ઊંચી સપાટીએ છે. બીજી બાજુ સેવા ક્ષેત્રનો પીએમઆઈ જે જૂનમાં ૬૦.૪૦ હતો તે જુલાઈમાં ઘટી ૫૯.૮૦ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ભારતીય અર્થતંત્ર અને શેરબજાર પર તેની પોઝીટીવ અસર જોવા મળી શકે છે.
તા.૨૮.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૫.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૫૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૦૮ પોઈન્ટ થી ૨૪૬૭૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ભારતી એરટેલ ( ૧૯૩૩ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૮૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૫૩ થી રૂ.૧૯૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઈન્ફોસિસ લિ. ( ૧૫૧૮ ) :- A /T+1 ગ્રુપના આ સ્ટોક રૂ.૧૪૯૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૩૪ થી રૂ.૧૫૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૭૭ ) :- રૂ.૧૪૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૩૦ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૯૪ થી રૂ.૧૫૦૮ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૩૯૨ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૪૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એક્સીસ બેન્ક ( ૧૦૮૭ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૩૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૧૦૩ થી ૧૧૧૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઓબેરોઈ રિયલ્ટી ( ૧૬૯૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૧૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૬૭૩ થી રૂ.૧૬૫૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૩૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- સિપ્લા લિ. ( ૧૫૩૭ ) :- રૂ.૧૫૭૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૯૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૮૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૯૦ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૩૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૭૪ થી રૂ.૧૪૬૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટેક મહિન્દ્રા ( ૧૪૫૮ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૨૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૧૩ ) :- રૂ.૧૩૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૮૫ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો https://www.capsavaj.com/policies ને આધીન…!!!