New Delhi,તા.25
શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં નિયંત્રણ રેખા નજીક થયેલા લેન્ડમાઈન વિસ્ફોટમાં ભારતીય સેનાના જાટ રેજિમેન્ટના એક સૈનિક (અગ્નિવીર)નું મોત થયું હતું જ્યારે એક JCO અને એક સૈનિક ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને ઉધમપુરની આર્મી બેઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સલોત્રી ગામમાં વિક્ટર પોસ્ટ નજીક બપોરે 12 વાગ્યાની આસપાસ આ વિસ્ફોટ થયો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ લેન્ડમાઈન વિસ્તારમાં ઘૂસણખોરી અટકાવવા માટે મૂકવામાં આવ્યા હતા અને ભારતીય સેનાની 07 જાટ રેજિમેન્ટના સૈનિકો દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે.