New Delhi તા.25
સાવરકર મામલે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. આપરાધીક કાર્યવાહી પર રોકને વધાવી છે. 2022માં વિનાયક દામોદર સાવરકર સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનું કથિત ટીપ્પણીઓ માટે ઉતર પ્રદેશમાં નોંધાયેલ એક આપરાધીક કાર્યવાહી પર લગાવવામાં આવેલ રોક આજે વધારીને રાહત આપી છે.
ન્યાયમુર્તી દીપાંકર દતા અને ન્યાયમુર્તી ઓગષ્ટીન જયોર્જ મસીહની બેન્ચે રાહુલ ગાંધી દ્વારા દાખલ સ્ટે અરજી ઘ્યાનમાં લઇ અને મામલાની સુનાવણી ચાર સપ્તાહ બાદ કરવાનો નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતાએ અલહાબાદ હાઇકોર્ટના એ આદેશને પડકાર આપતા ઉચ્ચતમ ન્યાયાલયનું વલણ અપનાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ 17 નવેમ્બર 2022ના મહારાષ્ટ્રમાં આવેલા જિલ્લામાં એક રેલીમાં પોતાની ભારત જોડો યાત્રા દરમ્યાન સાવરકર પર કથીત રીતે ટીપ્પણી કરી હતી.