Morbi,તા.26
વીરપર ગામની સીમમાં આવેલ કારખાનામાં કુરિયર આપવા ગયેલ આધેડ સહિતના બેને કારખાનેદારે માર મારી હવે પછી ભૂલ કરશો તો જીવતા નહિ જવા દઉં કહીને ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ સુરત હાલ મોરબીના શનાળા રોડ પર રહેતા શ્રીકાંતભાઈ વાસુદેવભાઈ વૈષ્ણવ (ઉ.વ.૪૬) વાળાએ આરોપી રાકેશ પટેલ શ્રેયા ઘડિયાળ કારખાનાના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૪ ના રો ફરિયાદી અને સુરેશ પાંડે કંપનીની કુરિયર ગાડી લઈને પાર્સલ ડીલીવરી આપવા ગયા હતા ત્યારે વીરપર ગામની સીમમાં શ્રેયા ઘડિયાળ કારખાનાના માલિક રાકેશ પટેલે પરમ દિવસે તમે પાર્સલ કેમ ઓફીસ બહાર મુકીને જતા રહ્યા હતા જેથી ફરિયાદી શ્રીકાંતે તમને પાર્સલ તો મળી ગયું છે ને તેમ કહેતા ફરિયાદી શ્રીકાંત અને સુરેશ પાંડેને ગાળો આપી જાપટો મારી ફરિયાદી શ્રીકાંતને કાનમાં ઈજા કરી હતી અને હવે પછી ભૂલ કરશો તો જીવતા નહિ જવા દઉં કહીને ધમકી આપી હતી ટંકારા પોલીસે મારામારીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે