Mangrol,તા.26
માંગરોળ ટ્રક અકસ્માત માં મૃત્યુ પામેલ યુવાન નિખિલ ની અંતિમ યાત્રામાં હજારો લોકો ની ભીડ ઉમટી
18 વર્ષી યુવાન નિખિલ ના મૃત્યુ બાદ અંગદાન કરવાના માતા પિતાના નિર્ણયથી જૂનાગઢ જિલ્લા પ્રથમ ઘટના બનતા તાત્કાલિક ધોરણે અંગદાન કરી સાત લોકોને નવી જિંદગી આપી હતી
નિખિલનો પાર્થિક દેહ રાત્રે માંગરોળ ખાતે પોતાના ઘરે આવતા તમામ સમાજના આગેવાનો અને યુવાનો અને મહિલાઓ દ્વારા નિખિલના પાર્થિક દેહ ને ફૂલોથી વધાવવા એક કિલોમીટરથી પણ વધારે લાઈનો લાગી હતી
માંગરોળ માં અકસ્માત ની આ ઘટનાથી વણકર સમાજ ભારે અરેરાટી ફેલાઈ હતી સાથે સમાજના યુવાન ના અંગદાન થી સાત જેટલી જિંદગી બચતા માકડિયા પરિવાર તેમજ સમગ્ર સમાજ દ્વારા ગર્વ અનુભવ્યો હતો
માંગરોળ વણકર સમાજના નિખિલ નામનો યુવાન ગેરેજમાં કામ કરતી વખતે અચાનક ટ્રક ગેરેજ પર ચડી આવતા ગેરેજમાં કામ કરી રહેલ નિખિલ જગદીશભાઈ માકડિયા નામ યુવાન પર ગેરેજનું છાપરું પડતા માથાના ભાગે ઇજા થતા પ્રથમ માંગરોળ અધ્યારુ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ગિરિરાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ પરંતુ માથાના ભાગે વધુ ગંભીર ઈજાઓને કારણે કોમામાં જતા ડોકટર દ્વારા સખત મેહનત બાદ પણ કોઈ પણ પ્રકારની રિકવરી ન મળતા આખરે 18 વર્ષી યુવાન નિખિલ નું મૃત્યુ પામતા તેમના માતા પિતા દ્વારા નિખિલના (ઓર્ગન) અંગોનું દાન કરવાનું નકી કર્યું હતું
બાદ પ્રથમ આ નિર્ણય રાજકોટ ગિરિરાજ હોસ્પિટલના ડોકટર ને જાણ કરતા ડોક્ટરે પણ તેના નિર્ણય ને આવકાર્યો હતો અને માકડિયા પરિવાર ને ધન્યવાદ આપ્યા હતા