New Delhi,તા.26
એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નકવીએ શનિવારે જાહેરાત કરી છે કે આગામી 9થી 28 સપ્ટેમ્બર સુધી એશિયા કપનું આયોજન થશે. તમામ મેચો UAE રમાશે. એવામાં 14મી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન ટક્કર થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાથી બંને દેશો વચ્ચે એક, બે નહીં પણ ત્રણ વખત મેચ રમાઈ શકે છે. ભારતની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે UAE વિરુદ્ધ થશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાથી 14 સપ્ટેમ્બર પછી 21 સપ્ટેમ્બરે પણ બંને દેશોની ટક્કર થઈ શકે છે.
ગ્રુપ સ્ટેજની મેચ
10 સપ્ટેમ્બર : ભારત VS UAE
14 સપ્ટેમ્બર : ભારત VS પાકિસ્તાન
19 સપ્ટેમ્બર : ભારત VS ઓમાન
સુપર 4 મેચ
20 સપ્ટેમ્બર : B1 VS B2
21 સપ્ટેમ્બર : A1 VS A2 ( ભારત અને પાકિસ્તાનની મેચની શક્યતા )
23 સપ્ટેમ્બર : A2 VS B1
24 સપ્ટેમ્બર : A1 VS B2
25 સપ્ટેમ્બર : A2 VS B2
26 સપ્ટેમ્બર : A1 VS B1
28 સપ્ટેમ્બર : ફાઈનલ
કયા ગ્રુપમાં કઈ ટીમ?
ગ્રુપ A : ભારત, પાકિસ્તાન, યુએઈ, ઓમાન
ગ્રુપ B : શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, હૉંગકૉંગ