એકસીસ સિક્યુરિટીઝ નામના વોટ્સઅપ ગ્રુપમાં નંબર એડ કરી ફસાવ્યા બાદ
Rajkot,તા.26
શહેરના પ્રૌઢને શેરબજારમાં રોકાણ કરી ઉંચું વળતર મેળવવાની લાલચ આપી ઠગાઈ અડધા કરોડની ઠગાઈ આચરી લેવામાં આવી છે. શેર બજારમાં રોકાણ કરી ઉંચું વળતર મેળવવા જતાં પ્રૌઢે રૂ.૪૯.૮૦ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. એક્સીસ સિક્યુરિટીઝ ગ્રૂપ નામના વોટસએપ ગૃપમા મોબાઈલ નંબર ઓટોમેટિક એડ થયાં બાદ ફસાયા હતાં અને ડબલ રૂપિયા કમાવવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવ્યાં હતાં. જે મામલે રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે રાજકોટમાં નાના મવા રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સુવર્ણભુમી એપાર્ટમેન્ટમાં રહેતાં રાજીવ પ્રમોદકુમાર મિશ્રા (ઉ.વ.૫૬) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટ નં.૬૦૫૩૮૧૬૧૬૬૯ ના ધારક, આઇડીએફસી ફર્સ્ટ બેંકના એકાઉન્ટ નં.૫૦૧૦૭૧૯૯૧૩૮ ના ધારક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ના બેંક એકાઉન્ટ નં.૫૮૦૮૩૧૬૪૯૯ ના ધારકનું નામ આપતાં સાયબર ક્રાઈમ પોલીસની ટીમે છેતરપીંડી, આઈટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ત્રણ માસ પહેલા તેમનો વોટસએપ નંબર કોઇ અજાણી વ્યક્તી દ્વારા એક્સીસ સિક્યુરિટીઝ ગ્રૂપ-6 નામના વોટસએપ ગૃપમા એડ કરેલ, જે ગૃપમાં શેર માર્કેટમાં ટ્રેડીંગ, બ્લોક ચેન તેમજ આઇ.પી.ઓ. વગેરેમા ટ્રેડીંગ બાબતે માહીતી શેર કરવામા આવતી હતી. જે બાબતે બે-ત્રણ અઠવાડિયા માહીતી જોતા ગુપ મેમ્બરો પ્રોફીટ કરેલ બાબતની માહીતી શેર કરતા હતાં. બાદ વોટસએપમા નં. ૯૭૭૭૬૫૦૩૮૬ પરથી કોલ આવેલ અને જણાવવામાં આવેલ ડોક્યુમેટ જેમા તેઓએ આધાર કાર્ડ આપેલ બાદ સામેવાળાએ એક્સીસ એડવાન્સ બ્રોકર્સ નામની લિંક પર લીંક ઉપર તેમને તેમના મોબાઈલ નંબર પરથી એકાઉન્ટ બનાવી આપેલ હતું.
જે બાદ સામે વાળી વ્યકતીએ વોટસએપ કોલ તથા મેસેઝમા ટ્રેડીંગ માટે ક્યા શેર ખરીદવાના છે તેમજ તે ક્યારે વેચવાના છે તેમજ લીંક વાળા એકાઉન્ટમાં ટ્રેડીંગ કરવા માટે એક કોડ આપતા જે કોડ આધારે જ એપ્લાઇ કરીને શેરની ખરીદી કરી શકાતી તે બાબતની માહીતી વોટસએપ ઉપર જ આપતાં હતાં. જે વ્યક્તીએ પોતાનુ નામ મેઘલ શાહ હોવાનું જણાવેલ હતુ. તે લીંક પરથી તેમને મળેલ અગલ અલગ બેંક એકાઉન્ટમાં શેર માર્કેટમા ટ્રેડીંગ માટે અલગ અલગ સમયે અલગ અલગ એકાઉન્ટમાં કુલ રૂ.૪૯.૮૦ લાખ ટ્રાન્સફર કરેલ હતા.
જે ટ્રેડીંગ માટે જમા કરાવેલ નાણા પરત મેળવવા લીંકમા તેમના એકાઉન્ટમાં વીડ્રો રીક્વેસ્ટ નાખતા વોટસએપમા તેમને મેસેજ મોકલી પ્રોફેશનલ ફી ભરવા જણાવતા તેમને ફ્રોડ હોવા બાબતે શંકા થતા તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરી ફરીયાદ નોંધાવી હતી. જે બાદ તેઓ સાયબર ક્રાઈમ પોલીસ મથકે દોડી જતાં પોલીસે ગુનો નોંધી પીઆઈ બી.બી.જાડેજા અને ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો.