અલગ અલગ બે દરોડા પાડી શરાબની 9959 બોટલ અને બિયરના 763 ટીન સાથે બે શખ્સોની ધરપકડ : ત્રણની શોધખોળ
Veraval,તા.26
ગીર સોમનાથ એલસીબીએ વેરાવળમાં દારૂના બે દરોડા પાડી રૂ.૧૫.૧૪ લાખની કિંમતના 9959 શરાબની બોટલો અને રૂ. 1.82 લાખની કિંમતની 763 બિયરના ટીં કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી છે જયારે ત્રણ શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એલસીબી પીઆઇ એમ વી પટેલ અને પીએસઆઇ એ સી સિંધવની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સંયુક્ત બાતમીના આધારે વેરાવળ પોલીસ મથક વિસ્તારના રાધાકૃષ્ણ મંદિર રોડ ઉપર આવેલ ગજાનંદ કોમ્પલેક્ષના વખારમાંથી રૂ. 8.02 લાખની કિંમતની 7188 શરાબની બોટલ સાથે રમેશ બચુભાઈ વાજાની ધરપકડ કરી હતી. જયારે મુસ્તાક ઉર્ફે બાઠુ નુરમહંમદ ચૌહાણ અને અમિત મનસુખભાઈ ઉનાડકટની શોધખોળ શરૂ કરી હતી.
જ્યારે દારૂના બીજા દરોડામાં એલસીબીની ટીમે સંયુક્ત બાતમીના આધારે ખારવાવાળ પીળી શેરીમાં આવેલ રહેણાંક મકાનમાંથી રૂ.7,14,900 ની કિંમતની 2771 શરાબની બોટલ અને રૂપિયા 1,82,820 ની કિંમતના 763 બિયરના ટીન મળી કુલ રૂપિયા 9,02,720 ની કિંમતના દારૂ બિયરના જથ્થા સાથે રવિ નાથાભાઈ ભેસલાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ડારીના રવિ રબારી અને વેરાવળના મુસ્તાક ઉર્ફે બાઠું નૂરમહંમદ ચૌહાણની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.