Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    29 જુલાઈ નું રાશિફળ

    July 28, 2025

    29 જુલાઈ નું પંચાંગ

    July 28, 2025

    જો પાકિસ્તાન કોઈ દુ:સાહસ કરશે તો ફરી હુમલો કરીશું: Rajnath Singh

    July 28, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 29 જુલાઈ નું રાશિફળ
    • 29 જુલાઈ નું પંચાંગ
    • જો પાકિસ્તાન કોઈ દુ:સાહસ કરશે તો ફરી હુમલો કરીશું: Rajnath Singh
    • Nifty Future ૨૪૬૭૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ખાંભાનાં લાંચ કેસમાં સીસીઆઈના કર્મચારીની જામીન અરજી સેશન્સ કોર્ટમાં નામંજૂર
    • Girgadhda ના પડાપાદર વચ્ચે માઇનોર બ્રિજના નિર્માણ માટે રૂા. 2.82 કરોડ મંજુર
    • Gujarat માં રેલ્વે સ્ટેશનો પર હવે ઈલેકટ્રીક ચાર્જીંગ પોઈન્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»India-Englandની મેચ ડ્રો, ગિલ-જાડેજા બાદ સુંદરે સદી ફટકારી
    ખેલ જગત

    India-Englandની મેચ ડ્રો, ગિલ-જાડેજા બાદ સુંદરે સદી ફટકારી

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.28

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેનચેસ્ટર ટેસ્ટ ડ્રો થઈ છે. ભારતીય ટીમ જ્યારે હારની નજીક હતી, ત્યારે કેએલ રાહુલ, શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને વોશિંગટન સુંદરની શાનદાર ઈનિંગ્સે મેચને ડ્રો સુધી પહોંચાડી દીધી. અંતે ઇંગ્લેન્ડ અને ભારતના પ્લેયર્સની નક્કી કરેલા સમય પહેલા મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી.

    શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની સદીની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો કરી. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન અને ઋષભ પંતની અડધી સદીની ઇનિંગ્સની મદદથી 358 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડે 10 વિકેટે 669 રન બનાવ્યા અને 311 રનની લીડ મેળવી હતી. આ પછી ભારતે બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટે 425 રન બનાવ્યા અને મેચનો ડ્રો થઈ. પાંચ મેચની આ સીરિઝમાં ઇંગ્લેન્ડ હજુ પણ 2-1થી આગળ છે. આ સીરિઝની છેલ્લી મેચ 31 ઓગસ્ટે ઓવલમાં રમાશે.

    ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગ શરૂ થતાં જ જયસ્વાલ અને સુદર્શન શૂન્ય રને આઉટ થયા ગયા હતા. ત્યારબાદ મેચના અંતિમ દિવસે કે.એલ.રાહુલે 90 રન, શુભમન ગિલે 103 રન, વોશિંગ્ટન સિંદરે અણનમ 101 રન અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 107 રન નોંધાવ્યા હતા. રાહુલ અને ગિલ વચ્ચે 188 રનની ભાગીદારી, જ્યારે ગિલ અને સુંદર વચ્ચે 34 રનની ભાગીદારી અને સુંદર અને જાડેજા વચ્ચે 203 રનની ભાગીદારી નોંધાઈ છે. ભારતની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે બે વિકેટ અને જોફ્રા આર્ચર-બેન સ્ટોકે એક-એક વિકેટ ખેરવી છે.

    પ્રથમ ઈનિંગમાં ઈગ્લેન્ડના ત્રણ બેટરની અડધી સદી, બેની સદી, રન – 669

    • ઝેક ક્રોલી (Zak Crawley) – 84 રન
    • બેન ડકેટ (Ben Duckett) – 94 રન
    • ઓલી પોપ (Ollie Pope) – 71 રન
    • જો રૂટ (Joe Root) – 150 રન
    • હેરી બ્રુક (Harry Brook) – 3 રન
    • બેન સ્ટોક્સ (Ben Stokes)  – 141 રન
    • જેમી સ્મિથ (Jamie Smith)  – 9 રન
    • લિયામ ડોસન (Liam Dawson) – 26 રન
    • ક્રિસ વોક્સ (Chris Woakes) – 4 રન
    • બ્રાયડન કાર્સ (Brydon Carse) – 47 રન
    • જોફ્રા આર્ચર (Jofra Archer) – અણનમ 2 રન

    જાડેજાએ ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી

    • જસપ્રિત બુમરાહ – 2 વિકેટ
    • અંશુલ કંબોઝ – 1 વિકેટ
    • મોહમ્મદ સિરાઝ – 1 વિકેટ
    • શાર્દુલ ઠાકુર – 0 વિકેટ
    • રવિન્દ્ર જાડેજા – 4 વિકેટ
    • વોશિંગ્ટન સુંદર – 2 વિકેટ

    ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં ત્રણ બેટરોની અડધી સદી, રન 358

    • યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) – 58 રન
    • કે.એલ. રાહુલ (KL Rahul) – 46 રન
    • સાઈ સુદર્શન (Sai Sudharsan) – 61 રન
    • શુભમન ગિલ (Shubman Gill)  – 12 રન
    • ઋષભ પંત (Rishabh Pant) – 54 રન
    • રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) – 20 રન
    • શાર્દુલ ઠાકુર (Shardul Thakur) – 41 રન
    • વોશિંગ્ટન સુંદર (Washington Sundar) – 27 રન
    • અંશુલ કંબોજ (Anshul Kamboj) – 0 રન
    • જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) – 4 રન
    • મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) – અણનમ 5 રન

    બેન સ્ટોકની ભારતની પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ

    • ક્રિસ વોક્સ – 1 વિકેટ
    • જોફ્રા આર્ચર – 3 વિકેટ
    • બ્રાયડન કાર્સ – 0 વિકેટ
    • બેન સ્ટોક્સ – 5 વિકેટ
    • લિયામ ડોસન – 1 વિકેટ
    • જો રૂટ – 0 વિકેટ

    માન્ચેસ્ટરમાં રૂટ, વોક્સ સૌથી સફળ

    ઇંગ્લેન્ડની વર્તમાન ટીમમાંથી જો રૂટ અને ક્રિસ વોક્સનો માન્ચેસ્ટરમાં ખૂબ સારો દેખાવ રહ્યો છે. રૂટે 11 ટેસ્ટની 19 ઇનિંગ્સમાં 65.20ની એવરેજથી 978 રન કર્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 254 છે. બીજી તરફ ક્રિસ વોક્સે આ ગ્રાઉન્ડમાં 7 ટેસ્ટમાં 17.37ની એવરેજથી 35 વિકેટ ખેરવી છે. આ ઉપરાંત વોક્સે 221 રન પણ નોંધાવ્યા છે.

    રૂટને દ્રવિડ-કાલિસને પાછળ પાડ્યા

    ટેસ્ટના ચોથા દિવસે જો રૂટે સદી રેકોર્ડ તોડ્યો છે. તેણે ટેસ્ટમાં સૌથી વધુ રન કરવામાં રાહુલ દ્રવિડ અને કાલિસને પાછળ મૂકી ટોપ-ફાઈવમાં સ્થાન મેળવ્યું છે. મેચ પહેલા રૂટ 156 ટેસ્ટની 185 ઈનિંગ્સમાં 13259 રન સાથે છઠ્ઠા હતો, જ્યારે રાહુલ દ્રવિડ 164 ટેસ્ટની 286 ઈનિંગ્સમાં 13288 રન સાથે પાંચમાં સ્થાને અને કાલિસ 164 ટેસ્ટમાં 13289 રને ચોથા સ્થાને હતો. હવે રૂટે સદી ફટકારી દ્રવિડ અને કાલિસને રેકોર્ડ તોડ્યો છે.

    જો રૂટે કયા રેકોર્ડ તોડયા?

    • ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન બાદ બીજા ક્રમે. પોન્ટિંગને પાછળ છોડ્યો
    • ટેસ્ટ ક્રિકેટમાં 38મી સદી ફટકારી સંગાકારાની બરાબરી કરી. સચિન, કાલિસ અને પોન્ટિંગ બાદ ચોથા ક્રમે
    • ભારત સામે સૌથી વધુ 12 ટેસ્ટ સદી ફટકારનારો બેટર બન્યો
    • ઈંગ્લેન્ડમાં ભારત સામે 9મી સદી. ઘરઆંગણે કોઈ એક જ દેશ સામે સૌથી વધુ સદીનો બ્રેડમેનનો (8) રેકોર્ડ તોડ્યો.
    • 2021 બાદ માત્ર 4 વર્ષના ગાળામાં 21 સદી ફટકારી.
    • જો રૂટ માન્ચેસ્ટરના મેદાનમાં 1000 રન બનાવનાર એક માત્ર ખેલાડી બની ગયો છે.

    ટેસ્ટમાં સૌથી વધુ રન

    • બેટ્સમેન – ટેસ્ટ – રન
    • તેંડુલકર – 200 – 15921
    • પોન્ટિંગ – 168 – 13378
    • કાલિસ – 166 – 13289
    • દ્રવિડ – 164 – 13288
    • રૂટ – 156 – 13259
    • (નોંધ – મેચ પહેલાનો ડેટા)

    પંતે ધોનીનો રેકોર્ડ તોડ્યો

    પંત સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર કુલ મળીને સૌથી વધુ 50+નો સ્કોર કરનારો ભારતનો સૌપ્રથમ વિકેટકિપર. પંતે ‘SENA’માં 14મી વખત 50+નો સ્કોર કરીને ધોનીનો (13 વખત 50+)નો રેકોર્ડ તોડયો.

    ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા

    • પંતના 47 ટેસ્ટની 82 ઈનિંગમાં કુલ 90 છગ્ગા
    • સેહવાગના 103 ટેસ્ટની 178 ઈનિંગમાં કુલ 90 છગ્ગા
    • રોહિત – 67 ટેસ્ટ, 116 ઈનિંગ, કુલ 88 છગ્ગા
    • ધોની 90 ટેસ્ટ, 144 ઈનિંગ, કુલ 78 છગ્ગા
    • આર.જાડેજાના 84 ટેસ્ટની 125 ઈનિંગમાં 74 છગ્ગા

    માન્ચેસ્ટરમાં છેલ્લી પાંચ ટેસ્ટ

    • 2020 – ઇંગ્લેન્ડનો વિન્ડીઝ સામે 269 રને વિજય
    • 2020 – ઇંગ્લેન્ડનો વિન્ડીઝ સામે 3 વિકેટે વિજય
    • 2022 – ઇંગ્લેન્ડનો દ. આફ્રિકા સામે ઈનિંગ્સથી વિજય
    • 2023 – ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા ડ્રો
    • 2024 – ઇંગ્લેન્ડનો શ્રીલંકા સામે પાંચ વિકેટે વિજય

    માન્ચેસ્ટરમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ

    • 1936 – ડ્રો
    • 1946 – ડ્રો
    • 1952 – ઇંગ્લેન્ડનો ઈનિંગ્સથી
    • 1959 – ઇંગ્લેન્ડનો 171 રને
    • 1971 – ડ્રો
    • 1974 – ઇંગ્લેન્ડનો 113 2ને
    • 1982 – ડ્રો
    • 1990 – ડ્રો
    • 2014 – ઇંગ્લેન્ડનો ઈનિંગ્સથી
    • 2025 – પાંચ ટેસ્ટ મેચમાંથી ઈંગ્લેન્ડ બે ટેસ્ટ મેચ જીત્યું, ભારત એક હાર્યું
    captain Shubman Gill India-England match drawn Ravindra Jadeja scores century Sundar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    પાંચ મેચોની ટેસ્ટ માં Pant ના સ્થાન પર નારાયણ જગદીશનને ભારતીય ટીમમાં સામેલ

    July 28, 2025
    ખેલ જગત

    Team India એ ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

    July 28, 2025
    ખેલ જગત

    હેન્ડશેક કોન્ટ્રોવર્સી અંગે Ben Stokes નું રિએક્શન

    July 28, 2025
    ખેલ જગત

    Ben Stokes રવીન્દ્ર જાડેજા સાથે હાથ ન મિલાવ્યો, ક્રિકેટ જગતમાં ‘હેન્ડશેક કોન્ટ્રોવર્સી’ની ચર્ચા

    July 28, 2025
    ખેલ જગત

    England ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ પર ગૌતમ ગંભીર ગુસ્સે થયા

    July 28, 2025
    ખેલ જગત

    Gill ની શાનદાર સદી: બ્રેડમેનના 86 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી

    July 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    29 જુલાઈ નું રાશિફળ

    July 28, 2025

    29 જુલાઈ નું પંચાંગ

    July 28, 2025

    જો પાકિસ્તાન કોઈ દુ:સાહસ કરશે તો ફરી હુમલો કરીશું: Rajnath Singh

    July 28, 2025

    Nifty Future ૨૪૬૭૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    July 28, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 28, 2025

    ખાંભાનાં લાંચ કેસમાં સીસીઆઈના કર્મચારીની જામીન અરજી સેશન્સ કોર્ટમાં નામંજૂર

    July 28, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    29 જુલાઈ નું રાશિફળ

    July 28, 2025

    29 જુલાઈ નું પંચાંગ

    July 28, 2025

    જો પાકિસ્તાન કોઈ દુ:સાહસ કરશે તો ફરી હુમલો કરીશું: Rajnath Singh

    July 28, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.