Mumbai,તા.28
માઇકલ જેકશનની ‘માઇકલ’ શીર્ષક ધરાવતી બાયોપિક આગામી ત્રીજી ઓક્ટોબરના રીલિઝ કરવાનું નક્કી થયું હતું. પરંતુ, હવે તેની રીલિઝ છ મહિના પાછળ ઠેલાઈ ગઈ છે. હવે આ ફિલ્મ આગામી વર્ષે ૨૪મી એપ્રિલે રીલિઝ થશે.
આ ફિલ્મની રીલિઝ ત્રીજી વખત પાછી ઠેલાઈ છે. સતત રીશૂટ તથા રિ એડિટિંગના કારણે વિલંબ થઈ રહ્યો હોવાનું કહેવાય છે.
ફિલ્મનાં કેટલાંક દ્રશ્યોને કાયદાકીય બાબતોને ધ્યાનમાં રાખીને રિ એડિટ કરવાનો નિર્ણય લેવાયો છે. તેના કારણે ફિલ્મની રીલિઝ ઠેલાઈ ગઈ હોવાનું કહેવાય છે.
માઈકલ જેક્સન પર ૧૯૯૩માં એક કિશોરનાં જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસનો નિવેડો ૧૯૯૪માં આવ્યો હતો. પરંતુ, ફિલ્મમાંથી એ પાર્ટ દૂર કરી દેવાયો હોવાનું કહેવાય છે. ફિલ્મમાં માઈકલ જેક્સનની ભૂમિકા તેનો ભત્રીજો જાફર જેક્સન ભજવી રહ્યો છે.