Mumbai,તા.28
અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટીની હેરાફેરી ૩ની ઘોષણા થયા પછી આ ફિલ્મ વિવાદમાં સપડાઇ હતી.પરેશ રાવલે પોતે આ ફિલ્મનો હિસ્સો ન હોવાની સ્પષ્ટતા કરી હતી.જોકે પછીથી તેણે પોતે આ ફિલ્મમાં કામ કરશે તે પણ સ્પષ્ટતા કરી હતી. લોકો પરેશ રાવલ આ ફિલ્મનો હિસ્સો ન હોવાનો અને પછીથી હોવા બાબત સઘળી ઘટનાક્રમને એક પબ્લિસિટી સ્ટંટમાં ખપાવ્યો હતો. જેની અક્ષય કુમારે સ્પષ્ટતા કરી હતી કે, આ કોઇ પબ્લિસિટી સ્ટંટ ન હતો, ખરેખર આ ફિલ્મ કાનૂની ઝપટમાં આવી હતી અને હવે સમસ્યા દૂર થઇ ગઇ છે. પરેશ રાવલ આ ફિલ્મનો હિસ્સો બની ગયો છે અને ફિલ્મ ટ્રેક પર ચડી ગઇ છે. હવે આ ફિલ્મને કોઇ સમસ્યા નથી. હું માનુંછે કે, ફિલ્મની ઘોષણા પછી થોડા ઉતાર-ચઢાવ આવ્યા હતા પરંતુ હવે બધું પાર પડીગયું છે અને અમે બધા જ સાથે છીએ. અમે સત્તાવાર રીતે જ હેરાફેરી ૩ને લઇને એક ઘોષણા કરવાના છીએ. મે મહિનામાં પરેશ રાવલે ઘોષણા કરી હતી કે, તે હેરાફેરી ૩ની ફ્રેન્ચાઇજીનો હિસ્સો નથી. પરેશ રાવળની આ સ્પષ્ટતા પછી હેરાફેરી ફિલ્મના પ્રશંસકો અપસેટ થઇ ગયા હતા. અક્ષય, સુનીલ શેટ્ટી અને પરેશ રાવળ વગર હેરાફેરી ૩ શક્ય ન હોવાની તેમણે દ્રઢ રીતે માનું લીધું હતું.