New Delhi,તા.28
રાષ્ટ્રીય પેમેન્ટ નિગમ (એનપીસીઆઈ) એ યુપીઆઈ સાથે સંકળાયેલી સેવાઓમાં જરૂરી ફેરફાર કર્યા છે. જે એક ઓગસ્ટથી લાગુ થશે. નવા નિયમો અંતર્ગત બેન્કો અને યુપીઆઈ સેવા આપતી કંપનીઓએ હવે દરેક સફળ યુપીઆઈ લેવડ-દેવડ બાદ ગ્રાહકોને બાકી રકમ (બેલેન્સ)ની જાણકારી મોકલવી પડશે જેથી ગ્રાહક વારંવાર તેની સ્થિતિ ન તપાસે.
આ ઉપરાંત યુપીઆઈ એપથી દિવસમાં 50 વાર જ બાકી રકમની તપાસ કરી શકાશે. આ ફેરફારથી માનવામાં આવે છે કે, યુપીઆઈ સેવામાં આવી રહેલા વિઘ્નોથી રાહત મળશે.
આ ફેરફારથી સર્વર પર પણ બોજ ઘટશે. વીતેલા કેટલાંક મહિનાઓમાં યુપીઆઈથી પેમેન્ટ કરવામાં ગ્રાહકોને મુશ્કેલી થતી હતી. અનેકવાર સર્વર ડાઉન થઈ જવાની ફરિયાદો ઉઠી હતી. જેનું કારણ અચાનક સર્વર પર લોડ વધી જવાનું હતું.
કારણ કે ગ્રાહક યુપીઆઈનો ઉપયોગ લેવડ-દેવડ ઉપરાંત બેલેન્સ તપાસવા કોઈપણ સબસ્ક્રીપ્શન સેવા લેવા ઓટોપી મેન્ડેટ કરવા જેવી સેવાઓ માટે પણ કરે છે. જેને લઈને નિયમો બનાવવામાં આવ્યા જેથી સર્વર પર બોજ ન પડે.
પહેલી ઓગસ્ટથી ગ્રાહક યુપીઆઈથી બેન્ક ખાતામાં એક દિવસમાં 50 વાર બેલેન્સ જાણી શકશે. બેન્ક એસએમએસથી બાકી રકમ બતાવશે. એક દિવસમાં 25 વાર જોઈ શકાશે કે ગ્રાહકનાં મોબાઈલ નંબરથી કયા કયા બેન્ક ખાતા જોડાયેલા છે.ઓટોપી મેન્ડેટસ માત્ર બિન વ્યસ્ત કલાકોમાં જ સક્રિય થશે. લેવડ-દેવડની 90 સેક્ધડ બાદ થશે. ત્યારબાદ 60 સેક્ધડના અંતરાલમાં થશે.