New Delhi તા.28
આજે સુપ્રિમ કોર્ટમાં પણ મહત્વના મુદ્દાઓ પર સુનાવણી થનાર છે. જેમાં દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માના નિવાસે લાગેલી આગમાં જે રીતે જંગી રોકડ અર્ધ બળેલી હાલતમાં મળી હતી તે અંગેની કાર્યવાહીને પડકારતી જસ્ટીસ વર્માની અરજી પર આજે સુપ્રિમ કોર્ટ સુનાવણી કરશે.
તો બીજી તરફ મતદાર યાદીની જે ખાસ પુન:સમીક્ષા થઈ ગઈ છે તે મુદે પણ સુપ્રિમમાં સુનાવણી થનાર છે. આ ઉપરાંત દિલ્હી સરકારે જે રીતે જૂના વાહનોને માર્ગ ઉપરથી હટાવી લેવાના આદેશને પડકાર્યો છે તે મુદે પણ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થનાર છે.