Prayagraj,તા.28
દેશમાં ઈન્ટરફેઈસ એટલે કે એક ધર્મના વ્યકિત અન્ય ધર્મના વ્યકિત સાથે લગ્ન કરે તે મુદો હાલમાં વ્યાપક બન્યો છે અને તેમાં લવ જેહાદનું તત્વ પણ ઉમેરાઈ ગયું છે.
પરંતુ હાલમાં જ એક મહત્વપૂર્ણ ચૂકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું કે, આ પ્રકારના ઈન્ટરફેર એટલે કે પરધર્મી સાથે લગ્નમાં જયાં સુધી ધર્માન્તર ન થાય ત્યાં સુધી તે લગ્ન કાનૂની ગણાશે નહીં.
ખાસ કરીને અનેક વખત બળજબરીથી ધર્માન્તર કરાવીને લગ્ન થાય છે પરંતુ અંતર ધર્મ લગ્નમાં આ ચૂકાદો મહત્વનો બની જશે અને તેની સાથે આર્યસમાજ દ્વારા જે લગ્ન વિધી કરવામાં આવે છે તેની સામે પણ પ્રશ્ન ઉભો થયો છે.
અલ્હાબાદ હાઈકોર્ટના આ ચૂકાદાએ નવું ચર્ચાનું પણ સર્જન કર્યુ છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યુ કે અલગ અલગ ધર્મના બે વ્યકિતઓ કોઈપણ એક ધર્મ અપનાવ્યા વગર લગ્ન કરે તો તે કાનૂની માન્ય રહેશે નહીં.
ઉતરપ્રદેશના મહારાજગંજ જીલ્લામાં નીચલોલ પોલીસ ક્ષેત્ર વિસ્તારમાં એક યુવક પર અપહરણ દુષ્કર્મ સહિત પોકસો એકટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તે વ્યકિતએ એવો બચાવ કર્યો કે, તેણે આર્યસમાજ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા છે અને હવે તે છોકરી પુખ્ત વયની થઈ ગઈ છે અને તેથી આ ફોજદારી કેસ ચલાવવાનું ખોટુ ગણાશે.
જો કે યુવક અને યુવતી બન્ને અલગ ધર્મના હતા અને તેમાંથી કોઈએ ધર્મપરિવર્તન કર્યો ન હતો તેથી ભારતીય કાનૂન હેઠળ આ ધર્મને જે માન્યતા મળી નથી. ન્યાયમૂર્તિ પ્રશાંતકુમારે પોતાના ચૂકાદામાં આરોપીને દોષમુક્ત કરવાની અરજી ફગાવી દેતા જણાવ્યું કે બન્નેમાંથી કોઈએ એક જ ધર્મ અપનાવ્યો નથી અને અલગ અલગ ધર્મના હોવા છતા આર્યસમાજ મારફત લગ્ન કરી લીધા તે કાનૂની રીતે માન્ય ગણાતા નથી.
ન્યાયમૂર્તિએ આ પ્રકારના લગ્નમાં આર્યસમાજ દ્વારા જે પ્રક્રિયા અપનાવવામાં આવી છે તેને પણ ગેરકાનૂની ગણાવાઈ છે અને કહ્યું કે થોડી રજીસ્ટ્રેશન ફી અને ધાર્મિક પ્રક્રિયાના આધારે લગ્નને માન્ય ગણી શકાય નહીં. આ ચૂકાદો મોટી ચર્ચા છેડે તેવા સંકેત છે.