Prabhaspatan, તા. 28
સોમનાથમાં શ્રાવણના પ્રથમ સોમવારે લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા રવિવારના રાત્રીના લોકો પગ પાળા ચાલીને, રેલ્વે,એસ ટી બસ સહિત પ્રાઇવેટ વાહનોમાં સતત સોમનાથ મંદિર તરફ લોકો આવી રહેલ હતા અને આખી રાત્રીના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વહેલી સવારે 4 કલાકે મંદિર ખુલતાની સાથે મહાદેવના દર્શને માટે લોકોની લાંબી લાંબી કતારો જોવા મળેલ.
મંદિરની અંદર અને મંદિર પરિસરમાં તેમજ મંદિરની બહાર પણ જ્યાં જુવો ત્યાં લોકો નજરે પડતાં હતાં અમુક યાત્રિકો ગંગા જળ સાથે કાવડ સાથે પણ પધારેલ હતા સોમનાથ મહાદેવ ને વહેલી સવારે પુષ્પો અને બિલ્લી પત્ર નો દિવ્ય શ્રૃંગાર કરવામાં આવેલ અને 8.30 કલાકે પાલખી પુજન સાથે ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવેલ જે ભગવાન ભોળાનાથ મંદિર પરિસરમાં નગરચર્યા એ નિકળીયા હતા.
સોમનાથ મંદિરને વહેલી સવારે રંગબેરંગી લાઈટો થી સુશોભિત મંદિરનો નઝારો ખુબજ નયનરમ્ય હતો અને સતત મંદિર ના દર્શન કરતાં રહિએ તેવી અનુભૂતિ થતી હતી રાત્રીના જે લોકો પગપાળા ચાલીને આવી રહેલ હતા તેવો માટે રસ્તા મા ઠેક ઠેકાણે ચા પાણી ફરાળી નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.
સોમનાથમાં ખુબજ લોકોના ધસારાને ધ્યાને લાઈ પોલીસ,એસ આર પી, જી આર ડી, દ્વારા સખ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો.