Jasdan, તા. 28
જસદણની મેઇન બજાર મોતી ચોક ટાવર ચોક જુના ડેપો વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ અને પાલિકા ઍ ટ્રાફીક ડ્રાઇવ યોજી નડતરરૂપ દબાણ હટાવતા લોકોમાં રાહત થઇ છે.
જસદણ શહેરમાં મેઈન બજાર સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન માથાના દુખાવા સમાન બની હતી સાંકડી બજારો હોવાને કારણે અને આડેધડ પાર્કિંગના કારણે લોકોને ચાલવું મુશ્કેલ બન્યું હતું જેની વારંવાર ફરિયાદો ઉઠતા જસદણ પોલીસ સ્ટેશન અને નગરપાલિકા દ્વારા સંયુક્ત ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ડ્રાઇવ યોજી અને હાઈ સ્કૂલ રોડ મોતીચોક ટાવર ચોક મેઇન બજાર જુના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાંથી નડતરરૂપ દબાણો હટાવ્યા હતા જેથી લોકોમાં મહદ અંશે રાહત થઈ હતી.
જસદણ પોલીસ સ્ટેશનના પી આઇ સિધ્ધરાજસિંહ ગોહિલ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ની હાજરીમાં પોલીસ સ્ટાફ અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા ટ્રાફીક પ્રશ્ન હલ કરવા મટે જસદણ પોલીસ અને નગરપાલિકા ઍ સયુંકત ટ્રાફીક ડ્રાય યોજવમા આવી જેમા જુના બસ સ્ટેશન, ટાવરચોક, મોતીયોક સહિત મેઈનબજાર ની અંદર ટ્રાફિકને નડતર રૂપ લારી દુકાનોના બોર્ડ સહિતની ટ્રાફિકને નડતરરૂપ લારીઓ પાત્રના ગેરકાયદે પાર્કિંગ સહિત હટાવવામાં આવ્યું હતું અને અમુક માલ સામાન પાલિકા દ્વારા કબજે કરેલ અને જસદણ પોલીસ દ્વારા ટ્રાફીકની સમસ્યા હલ કરવા પહેલ કરતા લોકોમાં મહદ અંશે રાહતની લાગણી પ્રગટ થઈ હતી.