એમસીએક્સ પર એલચીમાં વાયદાનાં કામકાજનો આજથી ફરી પ્રારંભઃ ચાર કોન્ટ્રેક્ટ્સ થશે ઉપલબ્ધ
સોના–ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.231 વધ્યો, ચાંદીનો વાયદો રૂ.102 નરમઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.82ની તેજીઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.11451.36 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.79656.44 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.8489.33 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23050 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.91108.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11451.36 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.79656.44 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 23050 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.758.87 કરોડનું થયું હતું.
દરમિયાન, એમસીએક્સે એક પરિપત્ર મારફત જણાવ્યું છે કે, એલચીમાં વાયદાનાં કામકાજનો પ્રારંભ મંગળવાર, તા.29 જુલાઈથી થશે. એલચીના ચાર કોન્ટ્રેક્ટ્સ ઉપલબ્ધ થશે, જેમાં 29 ઓગસ્ટ, 2025, 30 સપ્ટેમ્બર, 2025, 31 ઓક્ટોબર, 2025 અને 28 નવેમ્બર, 2025ની પાકતી તારીખના કોન્ટ્રેક્ટ્સનો સમાવેશ થાય છે. એલચીના વાયદાનાં કોન્ટ્રેક્ટના ધારાધોરણો જોઈએ તો, એલચીમાં સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ટ્રેડિંગ થઇ શકશે. એલચીના વાયદામાં ટ્રેડિંગનું યુનિટ 100 કિલો (1 ક્વિન્ટલ) રાખવામાં આવ્યું છે, જ્યારે ક્વોટેશન/બેસ વેલ્યુ કિલોદીઠ રૂપિયાનું છે. પ્રાઇસ ક્વોટ એક્સ-વેન્દનમેડૂ, જિલ્લો ઈડુક્કી, કેરળ (તમામ કરવેરા અને લેવી સિવાય)નું રખાયું છે. ઓર્ડરનો મહત્તમ જથ્થો 5,000 કિ.ગ્રા. (50 ક્વિન્ટલ) છે, જ્યારે ટિક સાઈઝ (લઘુત્તમ ભાવ વધઘટ) કિલોદીઠ રૂ.1ની રખાઈ છે. પ્રારંભિક માર્જિન લઘુત્તમ 10 ટકા અથવા સ્પાન આધારિત, એ બંનેમાંથી જે વધુ હશે તે રહેશે, જ્યારે એક્સ્ટ્રિમ લોસ માર્જિન લઘુત્તમ 1 ટકાનું છે. ડિલિવરીનું લોજિક ફરજિયાત ડિલિવરીનું છે.
સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.8489.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.97852ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98120 અને નીચામાં રૂ.97839ના સ્તરને સ્પર્શી, રૂ.97819ના આગલા બંધ સામે રૂ.231 વધી રૂ.98050ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ.451 વધી રૂ.79160 થયો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ.59 વધી રૂ.9929ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.151 વધી રૂ.97993 થયો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.98000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98400 અને નીચામાં રૂ.98000ના સ્તરને સ્પર્શી, રૂ.97870ના આગલા બંધ સામે રૂ.441 વધી રૂ.98311ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.113165ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.113417 અને નીચામાં રૂ.112859ના સ્તરને સ્પર્શી, રૂ.113052ના આગલા બંધ સામે રૂ.102 ઘટી રૂ.112950ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.158 ઘટી રૂ.112710 થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.97 ઘટી રૂ.112740 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.1524.96 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4477ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4482 અને નીચામાં રૂ.4471ના સ્તરને સ્પર્શી, રૂ.3 વધી રૂ.4480 થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો બેરલદીઠ રૂ.5671ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5730 અને નીચામાં રૂ.5657ના સ્તરને સ્પર્શી, રૂ.5648ના આગલા બંધ સામે રૂ.82 વધી રૂ.5730ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.76 વધી રૂ.5729ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.1 ઘટી રૂ.267 થયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ.1.1 ઘટી રૂ.267ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.887ના ભાવે ખૂલી, રૂ.19.6 વધી રૂ.903 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.6112.15 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.2377.19 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.694.98 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.138.79 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.39.29 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.346.12 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.3.22 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.333.13 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1188.61 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.6.34 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16146 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 42699 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10281 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 158756 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 14667 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17762 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 44235 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 173237 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 681 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 12182 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 42853 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓગસ્ટ વાયદો 23140 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23140 પોઇન્ટના સ્તર અને નીચામાં 23050 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 63 પોઇન્ટ ઘટી 23050 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.39.6 વધી રૂ.188.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 30 પૈસા ઘટી રૂ.8.4ના ભાવે બોલાયો હતો.
સોનું ઓગસ્ટ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.82 વધી રૂ.1114.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ.114000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.189.5 ઘટી રૂ.85 થયો હતો. તાંબું ઓગસ્ટ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 96 પૈસા વધી રૂ.14ના ભાવે બોલાયો હતો. જસત ઓગસ્ટ રૂ.265ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 91 પૈસા ઘટી રૂ.4.98ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.40.6 ઘટી રૂ.159ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા ઘટી રૂ.15.95 થયો હતો.
સોનું ઓગસ્ટ રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.44 ઘટી રૂ.727.5 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ.112000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.135 ઘટી રૂ.136.5 થયો હતો. તાંબું ઓગસ્ટ રૂ.870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 66 પૈસા ઘટી રૂ.3.95ના ભાવે બોલાયો હતો. જસત ઓગસ્ટ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ કોઈ ફેરફાર વગર રૂ.5.98 થયો હતો.