Morbi,તા.29
જેતપર પાવડીયારી રોડ પર કારખાનાની દીવાલ પાછળ તળાવના કાંઠે રેડ કરી પોલીસે ૩૨૫ લીટર દેશી દારૂનો જથ્થો અને બાઈક સહીત ૭૫,૦૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી ચાર આરોપીને ઝડપી લીધા છે
મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે પાવડીયારીથી આગળ નવા બનતા કારખાનાની દીવાલ પાછળ તળાવના કાંઠે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી ૩૨૫ લીટર દેશી દારૂ કીમત રૂ ૬૫ હજાર અને બાઈક કીમત રૂ ૧૦ હજાર સહીત કુલ રૂ ૭૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી દિલાવર દાઉદ મોવર, ફિરોજ કાસમ નારેજા, મુબારક જુસબ નારેજા અને ઈસ્માઈલ વલીમાંમદ સમા એમ ચાર આરોપીને ઝડપી લીધા છે દારૂનો જથ્થો ઇકબાલ ગુલમામદ માણેક અને મહિલા આરોપી મુન્ની સંધી આરોપી ગયાનું ખુલતા બંને આરોપીને ઝડપી લેવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે