Morbi,તા.29
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેના પેટ્રોલપંપ પાછળ જાહેરમાં જુગાર રમતા ચારને પોલીસે ઝડપી લઈને રોકડ રૂ ૧૭,૪૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ગામ નજીક આવેલ નાયરા પેટ્રોલ પંપ પાછળ ખુલ્લા પટમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા હિરેન અમૃતલાલ વસાયાણી, જનકભાઈ જાદવજીભાઈ દેલવાડીયા, મનસુખભાઈ અંબારામભાઈ દેત્રોજા અને સુરેશભાઈ દેવશીભાઈ ઝાલરીયા એમ ચારને ઝડપી લઈને રૂ ૧૭,૪૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે