Morbi,તા.30
ભોગ બનનાર મોરબીના ખેડૂતે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
ઇન્ટરનેટ નાગરિકો માટે આશીર્વાદ સમાન બની રહ્યું છે અનેક કામો ઝડપી બની ગયા છે તો લોકોના જીવનને ઇન્ટરનેટે સરળ બનાવી દીધું છે પરંતુ ઇન્ટરનેટના સદુપયોગ કરતા દુરુપયોગ વધી રહ્યો છે ઓનલાઈન ચીટીંગના ગુનાઓ વધી રહ્યા છે અનેક નિર્દોષ નાગરિકો આવા ઇસમોના નિશાને આવી જતા હોય છે જેમાં મોરબીમાં આરટીઓ ચલણની APK. ફાઈલ મોબાઈલમાં ઓપન કરતા મોબાઈલ હેક કરી રૂ ૨.૨૫ લાખ બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરી ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
મોરબી રવાપર રોડ આનંદ વિહાર શિવપાર્ક સોસાયટીમાં રહેતા પરેશભાઈ માવજીભાઈ વીરપરીયાએ પાંચ બેંક ખાતા તેમજ એક ટ્રાન્જેક્શન આઈડી અને મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ પોલીસ મથકમાં ઓનલાઈન ચીટીંગની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૬ જુલાઈના રોજ પરેશભાઈના મોબાઈલ નંબર પર વોટ્સએપમાં આરટીઓ ચલણ APK. ફાઈલનો મેસેજ આવ્યો હતો જેથી તે મેસેજ ઓપન કરતા અજાણ્યા ઇસમોએ મોબાઈલ હેક કરી ફરિયાદીના બેંક ખાતામાંથી રૂ ૨,૨૫,૫૯૭ ટ્રાન્સફર કરી ઠગાઈ કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે મોબાઈલ નંબર ધારક અને બેંક ખાતા ધારકો વિરુદ્ધ ચીટીંગની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે