ગોંડલમાં જાહેરમાં પત્તા ટીચતા છ શખ્સોની ધરપકડ
Moti Paneli,તા.30
શ્રાવણ મહિનાના આરંભ સાથે રાજકોટ જિલ્લામાં જુગારની મોસમ પુર બહાર ખીલી છે. જેમા સ્થાનિક પોલીસે બે સ્થળોએ જુગારના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ઉપલેટા ના મોટી પાનેલી ગામે જુગાર રમતી 13 મહિલાઓની ધરપકડ કરી છે જ્યારે મોડલના રોડ ઉપર જાહેરમાં પત્તા ટીચતા છ શખ્સોની ધરપકડ કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અતુલ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગારને બદી દામી દેવા એસપી હિમકરસિંહ આપેલી સૂચનાને પગલે ભાયાવદર પોલીસ મથકના પીઆઇ વીસી પરમાર ઇતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે મોટી પાનેલી ગામે રહેતા જ્યોતિબેન રજનીશભાઈ ના મકાનમાં જુગાર રમતો હોવાની મળેલી બાતમીના આધારે એએસઆઈ દિનેશભાઈ ગોહેલ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ ગમારા અને ભાવિશાબેન ડાંગર સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા જ્યોતિબેન, લીલાબેન જેન્તીભાઈ પાચાણી, ગીતાબેન મુકેશભાઈ વડેચા કાશ્મીરાબેન રાજેશભાઈ વિરાણી મીનાબેન ચેતનભાઇ ભીમજીયાણી રશ્મિબેન રાજેશભાઈ શિંગાળા હેતલબેન જીગ્નેશભાઈ તન્ના નિર્મળાબેન મનોજ ભાઈ મહેતા રીટાબેન રાજનભાઈ સોજીત્રા નિર્મળાબેન જેન્તીભાઈ દવે હીનાબેન મનસુખભાઈ માણાવદરિયા સોનલબેન જીગરભાઈ ખાખરીયા અને ભારતીબેન હરેશભાઈ ની ધરપકડ કરી20750 નો મુદામાલ કબજે કર્યો છે. જ્યારે ગોંડલ બી ડિવિઝન સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે વોરા કોટડા રોડ રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતો હોવાની સુરપાલસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ એસ.એમ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા મનીષ કરસન સાટોડીયા પ્રવીણ અનિલ કોળી નિતીન દિનેશ પોકર સંજય નારણ માટીયા જગદીશ કેશુ રબારી અને સતીશ મનસુખ ધાડવી ની ધરપકડ કરી 34 300 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

