Prabhas Patan,તા.30
પ્રભાસ પાટણ ના ભાલકા વિસ્તારના કૈલાશ સોસાયટી નજીક લીલા અને સુકા ગાંજા ના જથ્થા સાથે એક શખ્સને એસસોજીએ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લામાં નસીલા પદાર્થની હેરાફેરીને ડામી દેવા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આપેલી સૂચનાને પગલે એસસોજીના ઇન્ચાર્જ પીઆઈ એન એ વાઘેલા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે વેરાવળ તાલુકાના ભાલપરા ભાલકા વિસ્તારમાં રહેતો કાના ભાણા જેઠવા નામનો શખ્સ ભાલકા વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં હોવાની મળેલી બાતમીના આધારે સોમનાથ મરીન અને એસસોજીના સ્ટાફે દરોડો પાડી કાના જેઠવાની અટકાયત કરી તલાસી લેતા તેના કબજા માંથી બહાર 12500 ની કિંમત નો લીલો અને સૂકો ગાંજો મળી આવતા તેની ધરપકડ કરી ગાંજો અને મોબાઈલ મળી રૂપિયા 25,000 નો મુદ્દામાં કબજે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે