Gondal તા.31
ગોંડલમાં ગત મોડિરાત્રીના એક યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. સુરેશ્વર ફાટક થી ભોજપરા ગામ વચ્ચે મુળ મધ્યપ્રદેશ નાં ભીંડ તાલુકાનાં કોતગામ નાં અને હાલ ગોંડલ ખોડીયાર નગર માં રહેતા શૈલેન્દ્રસિંગ ઉર્ફે પંકજ મહેન્દ્રસિંગ રાજાવત (ઉ.25) ગત રાત્રીના બે વાગ્યે રાજકોટ થી ગોંડલ આવતી માલ ગાડી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકને પત્ની સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો અને ત્યારબાદ ઘરેથી નિકળી સુરેશ્રવર ફાટક નજીક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી અંતિમ પગલું ભરી લીધાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના સભ્યો સુરેશ્વર ફાટક પાસે એમ્બ્યુલન્સ રાખી અંદાજે 1 કિલોમીટર થી વધુ ચાલી મૃતદેહ સુધી પોહચ્યા હતા .
અને મૃતક યુવકના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તાલુકા પોલીસે યુવકના આપઘાત ક્યાં કારણોસર કર્યું તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

