Morbi,તા.31
જુના ઘૂટું રોડ પરની ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવતીએ આપઘાત કરી લીધો હતો મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મૂળ અરવલ્લી જીલ્લાના વતની અને હાલ મોરબીના જુના ઘૂટું રોડ પરની સોનેટ સિરામિકમાં રહીને કામ કરતા રૂપલબેન ગલાભાઈ ડામોર (ઉ.વ.૨૫) નામની યુવતીએ ગત તા. ૩૦ ના રોજ લેબર ક્વાર્ટરમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે