Morbi,તા.31
મોરબીના વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રોડ શહેરનો મુખ્ય માર્ગ હોય જે બિસ્માર હોવાથી નવો બનાવવાની કામગીરી ચાલી રહી હતી આજે રોડ બની તૈયાર થઇ જતા ધારાસભ્ય અને ભાજપ અગ્રણીઓની હાજરીમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો
વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રોડ બનીને તૈયાર થઇ ગયો છે આજે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ભાજપ અગ્રણીઓની હાજરીમાં રોડને ખુલ્લો મુકવામાં આવ્યો હતો થોડા દિવસોમાં જ ઝડપથી રોડ નવો બનાવવામાં આવ્યો છે એક માસ પૂર્વે રોડનું કામ શરુ કરવામાં આવ્યું હતું અને એક માસમાં રોડની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે આજે રોડને ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ શહેરમાં અન્ય રોડના કામો પણ શરુ થશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું