Morbi,તા.31
મોરબી તાલુકાના ધૂળકોટ ગામમાં મહિલા એકાદ મહિના પૂર્વે સ્વામીનારાયણ મંદિરમાં ગઈ હતી જે બાબતનો ખાર રાખી ત્રણ ઇસમોએ મહિલાને માર મારી જાતી પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના ધૂળકોટ ગામે રહેતા નીમુબેન રમણીકભાઈ પરમાર (ઉ.વ.૪૫) નામની મહિલાએ આરોપીઓ જેરામભાઈ ચકુભાઈ રાઠોડ, નરેશ જેરામભાઈ રાઠોડ અને લાલભાઈ જેરામભાઈ રાઠોડ રહે ત્રણેય ધૂળકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી નીમુબેન એકાદ માસ પહેલા ધૂળકોટ ગામના સ્વામીનારાયણ ભગવાનના મંદિરમાં ગઈ હતી જેનો ખાર રાખી આરોપીઓએ જાતી પ્રત્યે અપમાનિત કરી મંદિરમાં પ્રવેશ કર્યો હતો કહીને માર મારી હવે આને મુકવી નથી કહીને ધમકી આપી ગાળો આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે