રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૭.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૮૧ સામે ૮૦૬૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૬૯૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૫૯ સામે ૨૪૮૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૨૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૮૭૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા દેશો સાથે ટ્રેડ ડિલ ફાઈનલ કર્યા બાદ હવે ચાઈના અને ભારત સાથે ડિલ મહત્વની હોઈ ભારત સાથે ટ્રેડ ડિલમાં થઈ રહેલા વિલંબથી ખફા ટ્રમ્પે ભારત પર ૨૫% ટેરિફ અને વધારાની પેનલ્ટીની જાહેરાત બાદ આજે ભારતીય શેરબજારમાં શરૂઆતી તબક્કામાં અંદાજીત ૭૦૦ પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. ૧લી, ઓગસ્ટથી ભારતીય ગુડઝની અમેરિકામાં આયાત પર અપેક્ષાથી વધુ ૨૫% ટેરિફ અને રશીયા પાસેથી ઓઈલ અને શસ્ત્રોની ખરીદી કરવામાં આવતી હોઈ નોન-ટેરિફ બેરિઅર્સ મામલે વધારાની પેનલ્ટી લાદવાનું જાહેર કરતાં આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ દ્વારા વ્યાજ દરો પર યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવતા અને ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર ૨૫% ટેરિફ લાદવામાં આવ્યા બાદ રૂપિયાની અસ્થિરતાને રોકવા માટે બજારમાં આરબીઆઈ દ્વારા શંકાસ્પદ હસ્તક્ષેપને કારણે ગુરુવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે રશિયા પર યુરોપના પ્રતિબંધ બાદ અમેરિકા પણ તેના વલણને સખત બનાવવા માંગતું હોવાના સંકેતે ક્રુડઓઈલના ભાવ મક્કમ રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને સર્વિસીસ સેક્ટરલ વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૧૬ અને વધનારની સંખ્યા ૧૬૦૨ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં હિંદુસ્તાન યુનિલિવર ૩.૪૮%, ઈટર્નલ લિ. ૧.૪૦%, આઈટીસી ૧.૦૧%, કોટક બેન્ક ૦.૯૬%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૬૪%, ટેક મહિન્દ્ર ૦.૧૦%, મારુતિ સુઝુકી ૦.૧૦% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૦૯% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ટાટા સ્ટીલ ૨.૨૦%, સન ફાર્મા ૧.૬૯%, અદાણી પોર્ટ્સ ૧.૫૦%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૩૯%, એનટીપીસી લિ. ૧.૩૭%, એશિયન પેઈન્ટ્સ ૧.૦૪%, ભારતી એરટેલ ૦.૯૩%, ટાઈટન કંપની લિ. ૦.૮૯%, બીઈએલ ૦.૮૮%, લાર્સન લિ. ૦.૮૦%, ઈન્ફોસિસ લિ. ૦.૬૯% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૬૭% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૫૬ લાખ કરોડ ઘટીને ૪૪૯.૭૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૮ કંપનીઓ વધી અને ૨૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ૨૫% ટેરિફ લગાવવાનો નિર્ણય લેવાયો છે, જે ૧ ઓગસ્ટ, ૨૦૨૫ થી લાગુ પડશે. આ નિર્ણયથી ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સવાલો ઊભા થાય છે અને ભારતીય નિકાસ ક્ષેત્રમાં ચિંતા વધી છે. ભારત અમેરિકાનો મોટો વેપારી ભાગીદાર છે. ટ્રમ્પના ૨૫% ટેરિફના કારણે ભારતની અમેરિકામાં થતી ૮૭ અરબ ડોલરની નિકાસ હવે જોખમમાં મુકાઈ ગઈ છે. જેના કારણે ઘણા મુખ્ય ઉદ્યોગોને અસર કરશે. જેમાં ઓટોમોબાઇલ્સ, ઓટો કમ્પોનન્ટ્સ, સ્ટીલ, એલ્યુમિનિયમ, સ્માર્ટફોન, સોલાર મોડ્યુલ્સ, દરિયાઈ ઉત્પાદનો, રત્નો, આભૂષણ, ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો આ બધું ૨૫%ની યાદીમાં છે. જોકે, ફાર્મા, સેમિકન્ડક્ટર અને આવશ્યક ખનિજોને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આગામી દિવોસમાં ટ્રમ્પ ટેરિફના કાર્યક્ષેત્ર હેઠળ આવનારા ક્ષેત્રો સાથે સંકળાયેલી કંપનીઓ પર મોટી અસર જોવા મળી શકે છે. જો ચીન અને વિયેતનામી સ્પર્ધકો પર અમેરિકી ટેરિફ ઊંચા રહેશે તો ઓછી કિંમતવાળી કેટેગરીમાં ભારતીય કંપનીઓને ફાયદો થઈ શકે છે, પરંતુ ઉચ્ચ માર્જિનવાળા ફેશન અને વિશેષ કપડાંમાં ભારતનો હિસ્સો ઘટી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ટેરિફની લાંબાગાળે જોખમી અસર થઈ શકે છે અને તે ભારતને વિયેતનામ અને ચીન કરતાં પણ ખરાબ સ્થિતિમાં મૂકી શકે છે. ટેરિફ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધી ચાલુ રહેશે તો ભારતની કુલ ઘરેલું ઉત્પાદન (GDP) માં ૦.૨% થી ૦.૫% નો ઘટાડો આવી શકે છે.
તા.૦૧.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૩૧.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૯૦૯ પોઈન્ટ થી ૨૪૯૭૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૦૬ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૬૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૨૩ થી રૂ.૧૫૩૯ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૭૬ ) :- A /T+1 ગ્રુપના આ સ્ટોક રૂ.૧૪૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૯૪ થી રૂ.૧૫૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ટેક મહિન્દ્રા ( ૧૪૬૯ ) :- રૂ.૧૪૩૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૮ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૮૮ થી રૂ.૧૫૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૬૧ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૪ થી રૂ.૧૨૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૧૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૯૯૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૩૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૦૭ થી ૧૦૧૮ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૫૧૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૪૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૮૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- અદાણી પોર્ટ્સ ( ૧૩૮૦ ) :- રૂ.૧૪૦૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૧૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૩૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૧૪૩ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૨૦ થી રૂ.૧૧૦૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૦૪૭ ) :- આર્યન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૦૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૩ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૯૮૬ ) :- રૂ.૧૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૭૦ થી રૂ.૯૫૫ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies