New Delhi,તા.1
તહેવારો ઉત્સવોનો મહિનો શરૂ થયો છે. ત્યારે સામાન્ય લોકોને રાહત મળી હોયે તેમ કોમર્શીયલ રાંધણગેસની કિંમતમાં રૂા.33.50 નો ઘટાડો કરવામાં આવ્યો છે.
સતત પાંચમા મહિને રાંધણગેસના ભાવ ઘટાડવામાં આવ્યા છે. જોકે સબસીડીયુકત એલપીજીની કિંમતમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો છે. આજે ઓગસ્ટ મહિનાનાં પ્રારંભે જ ગેસ પેટ્રોલીયમ કંપનીઓ દ્વારા 19 કિલોનો કોમર્સીયલ રાંધણગેસની કિંમતમાં રૂા.33.50 થી 34.50 ના ભાવ ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી.
પાટનગર દિલ્હીમાં રાંધણગેસ સીલીન્ડરનો ભાવ રૂા.33.50 ઘટીને 1631.50 થયો છે. કોલકતામાં 34.50 ઘટીને 1734.50 થયો છે. મુંબઈમાં 74 રૂપિયા ઘટીને 1582.50 થયો છે.
પેટ્રોલીયમ કંપનીઓએ સળંગ પાંચમા મહિને ભાવ ઘટાડો કર્યો છે. જોકે સબસીડીવાળા રાંધણગેસ સિલીન્ડરના ભાવમાં એપ્રિલ પછી કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.