Jamjodhpur,તા.01
આગામી તા. 3, રવિવારના રોજ જામજોધપુર તાલુકાના ગોસ્વામી સમાજના છાત્રોને પ્રોત્સાહિત કરવા, યોજાશે “શારદા અભિવાદન સમારોહ ” , દર વર્ષે યોજાતા આ કાર્યક્રમની વિશેષતા એ છે કે, સરકારની જેમ આ વર્ષથી અભ્યાસમાં પા પા પગલી કરતા બાળકો માટે પ્રવેશોત્સવ મનાવાય છે. તેમજ સૌથી વધુ ગુણ મેળવનાર વિધાર્થી આ કાર્યક્રમનો અધ્યક્ષ બને છે. આ કાર્યક્રમ ના અધ્યક્ષ ધોરણ-5 માં 97% મેળવનાર કુમારી સાક્ષી પ્રશાંતપુરી છે. બાળકોને શિલ્ડ, સકુલબેગ સહીતની કીટ આપવામાં આવશે, કાર્યક્રમમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે તેમજ કાર્યક્રમના અંતે પવિત્ર શ્રાવણ માસ નિમીતે જ્ઞાતિ ભોજન કરાવવામાં આવશે તેમ એક યાદીમાં સમાજના પ્રમુખ શૈલેષગિરિ એ જણાવેલ છે.