Rajkot,તા.01
રાજકોટ શહેર પંથકમાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા તેમજ પેરોલ ફર્લોજંપ અને જામીન પર છુટ્ટી ફરાર ,કોર્ટના સજાના વોરંટ માં હાજર ન થતાં આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવાના આદેશના પગલે ભક્તિનગર પોલીસે ચેક રિટર્ન કેસના મહિલા આરોપીને દબોચી લીધી હતી.ભક્તિનગર પી.આઈ મયુરધ્વજસિંહ સરવૈયા ના આદેશના પગલે પોલીસ ટીમે રામનાથ પરા આંગણવાડી બ્લડ બેન્ક ની બાજુનીશેરી માં રહેતી નયનાબેન રાજેન્દ્રસિંહ ડાભી સજાના વોરંટ માં લાંબા સમયથી હાજર ન થવાના પગલે ભાગતીફરતી રહેતી હતી તેને નીલકંઠ ટોકીઝ પાસેથી ઝડપી લીધી હતી આ કામગીરીમાં ભક્તિનગર પોલીસ ટીમના કેતનભાઇ બોરીચા વસંતભાઈ બાલાસરા, આરતીબા હરદેવસિંહ, વિજયભાઈ જોશી એ જહેમત ઉઠાવી હતી