વારાણસી પહોંચેલા વડાપ્રધાને સેવાપુરીના બનૌલી ગામમાં ૨૧૮૩.૪૫ કરોડ રૂપિયાના ૫૨ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું
Varanasi, તા.૨
ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર તેમના મત વિસ્તાર વારાણસી પહોંચ્યા હતા. જ્યાં તેમણે સેવાપુરીના બનૌલી ગામમાં ૨૧૮૩.૪૫ કરોડ રૂપિયાના ૫૨ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું અને ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો ૨૦માં હપ્તાની જાહેરાત કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે, મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું છે. જે મહાદેવના આશીર્વાદથી જ પૂર્ણ થયું.
સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર પછી આજે હું પહેલી વાર કાશી આવ્યો છું. ૨૨મી એપ્રિલે પહલગામમાં આતંકી હુમલો થયો હતો, ૨૬ નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. તેમના પરિવારોની પીડા, તે બાળકોની પીડા, દીકરીઓની પીડા, મારું હૃદય ખૂબ જ પીડામાંથી પસાર થયું હતું. ત્યારે હું બાબા વિશ્વનાથને પ્રાર્થના કરી રહ્યો હતો કે તે બધા પીડિત પરિવારોને આ પીડા સહન કરવાની હિંમત આપે.
ઓપરેશન સિંદૂર અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું. મહાદેવના આશીર્વાદથી જ આ શક્યું બન્યું. હું ઓપરેશન સિંદૂરની સફળતા તેમના ચરણોમાં સમર્પિત કરું છું. કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતાથી દેશના કેટલાક લોકોના પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી અને તેના લોકો એ હકીકતને પચાવી શકતા નથી કે ભારતે આતંકીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે. કોંગ્રેસે ઓપરેશન સિંદૂરને દેખાડો ( તમાશા ) ગણાવ્યું, વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસ આતંકીની હાલત જોઈને રડે છે. તમે મને કહો કે શું સિંદૂર ક્યારેય દેખાડો હોઈ શકે છે? શું કોઈ સિંદૂરને દેખાડો કહી શકે? શું આતંકીઓને મારવા માટે પણ રાહ જોવી જોઈએ? શું મારે આતંકીઓને ઠાર કરવા માટે સપાને બોલાવવા જોઈએ?
વડાપ્રધાન મોદીએ કાશીમાં ૨૨૦૦ કરોડ રૂપિયાના ૫૨ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે દેશભરના ૯.૭ કરોડથી વધુ ખેડૂતો માટે સન્માન નિધિ (૨૦ હજાર ૫૦૦ કરોડ રૂપિયા)ના ૨૦મા હપ્તાની પણ જાહેરાત કરી. આ ઉપરાંત દાળ મંડી પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બનૌલીમાં જાહેર સભા સ્થળે તેમનું સ્વાગત કર્યું હતું. સીએમ યોગીએ કહ્યું, ઓપરેશન સિંદૂરની સફળતા પછી વડાપ્રધાન મોદી કાશી પહોંચ્યા છે. આ નવું ભારત દુશ્મનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને ખતમ કરવાનું કામ કરે છે.
આ સાથે તેમણે તમિલનાડુના બૃહદેશ્વર મંદિરનો ઉલ્લેખ કર્યો. પીએમ આ મંદિરમાં દર્શન માટે પણ પહોંચ્યા હતા. તે લગભગ ૧૦૦૦ વર્ષ જૂનું છે, જે રાજા રાજેન્દ્ર ચોલ દ્વારા બનાવવામાં આવ્યું હતું. અહીં જાણો આ મંદિર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો અને તેનો ઇતિહાસ શું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં આ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું, થોડા દિવસો પહેલા હું તમિલનાડુના એક મંદિરમાં ગયો હતો. તે લગભગ ૧ હજાર વર્ષ જૂનું છે, જે રાજા રાજેન્દ્ર ચોલ એ બનાવ્યું હતું. પીએમે આગળ કહ્યું, રાજેન્દ્ર ચોલ એ ઉત્તર ભારતમાંથી ગંગાનું પાણી લાવીને ઉત્તરને દક્ષિણ સાથે જોડ્યું હતું. તમને જણાવી દઈએ કે જ્યારે પીએમ તમિલનાડુ ગયા હતા, ત્યારે તેમણે આ મંદિરની મુલાકાત લીધી હતી.
ભારતના તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં બૃહદીશ્વર મંદિર બનાવવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર યુનેસ્કો હેરિટેજ સાઇટ ગંગાઈકોંડા ચોલપુરમનું બૃહદીશ્વર મંદિર ૧૦૦૩ થી ૧૦૧૦ એડી વચ્ચે બનાવવામાં આવ્યું હતું. તે ચોલ શાસક રાજેન્દ્ર ચોલ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. માહિતી અનુસાર રાજાએ ઘણા પ્રાંતોમાંથી ગંગા જળ લાવીને મંદિરના કૂવામાં રેડ્યું હતું. આ સૌથી મોટા શિવ મંદિરોમાંનું એક છે. તેમાં ૧૩ ફૂટ ઊંચું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સાથે નંદી અને સુંદર કલાકૃતિઓ બનાવવામાં આવી છે. આજે તેને યુનેસ્કો હેરિટેજ સાઇટ્સમાં સામેલ કરવામાં આવ્યું છે.
રાજેન્દ્ર ચોલ પ્રથમને ૧૦૧૪-૧૦૪૪ ઈ.સ.ના સૌથી શક્તિશાળી શાસકોમાંના એક માનવામાં આવે છે. તેમના સામ્રાજ્યના ઘણા ક્ષેત્રોમાં તેમનો મજબૂત પ્રભાવ હતો, રાજાએ ઘણા યુદ્ધો જીત્યા હતા. તેમણે ગંગાઈકોંડા ચોલપુરમને પોતાની રાજધાની બનાવી હતી.