(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૭
બાબરા શહેરમાં ફરી એકવાર તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો હોય તેવી ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના રામનગર વિસ્તારની શેરી નંબર-રમાં આવેલા બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તાળા તોડી ઘરમાં ઘુસી રોકડ રકમ તેમજ ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન કર્યું હતું. ઘટનાની જાણ મધરાતે પડોશીઓને થતાં તાત્કાલિક ૧૧ર ઇમરજન્સી સેવામાં કોલ કરવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, પરંતુ સમાચાર લખાય ત્યાં સુધી બાબરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ નહોતી.
પ્રાથમિક માહિતી મુજબ રામનગરમાં રહેતા તેજાભાઈ બિઝલભાઈ ટોળીયા સુરતમાં વ્યવસાય કરેછે. તેઓ મહિને એકાદ-બે વખત બાબરા આવે છે, જયારે તેમની માતા અહીં એકલા રહેતા હતા. થોડા દિવસ અગાઉ તેઓ પોતાની માતાને પણ સુરત લઈ ગયા હતા

