Surendranagar, તા.4
લીંબડી તાલુકાના ઉઘલ ગામના અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા 34 વર્ષના સુનીલભાઈ લાલજીભાઈ રાતોજાએ વઢવાણ પોલીસ મથકમાં તા. 2-8એ ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ, તા. 30-7એ અમદાવાદ-રાજકોટ હાઉવે ઉપર આવેલા ઉઘલ ગામના બોર્ડ હાઇવે ઉપર કારચાલક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી 30 વર્ષના રાકેશભાઇ લાલજીભાઈ રાતોજાને રોડ ક્રોસ કરતા ભટકાડી અકસ્માત કર્યો હતો. જેમાં રાકેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત કરી કારચાલક ભાગી ગયો હતો.
આ અંગે 108ને જાણ કરાતા રાકેશભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહ પીએમ માટે વઢવાણ સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો. મૃતકના ભાઈ સુનીલભાઈએ વઢવાણ પોલીસમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે.