Ahmedabad,તા.5
ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી એક પતિએ તેની સામે પત્નીએ કરેલી ફરિયાદ રદ્દ કરવા અરજી કરી હતી. પિયરમાં રહેતી પત્નીના અંગત વિડિઓ પતિએ ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા વાઇરલ કરી દીધા હતા અને નિમ્ન પ્રકારની કોમેન્ટ લખી હતી.
તેથી અદાલતે તેને રૂ.25 હજારનો દંડ કર્યો હતો અને ફરિયાદ રદ્દ કરી હતી. પતિએ ફરિયાદ રદ્દ કરવા માટે પીટીશન કરી હતી. જેમાં બંનેની વચ્ચે સહમતીથી સમાધાન થઇ ગયું હતું. પત્નીએ એફિડેવિટ ફાઇલ કરીને, પતિ સામે ફરિયાદ રદ્દ થતા કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી જાતે પણ કોર્ટ સમક્ષ હાજર થઈ હતી.
કેસની વિગતો અનુસાર પત્ની પતિ સાથે વૈવાહિક જીવન નિભાવવા તૈયાર નથી તેની તકરાર હતી. પિયરમાં રહેતી પત્નીના અંગત વિડિઓ પતિએ ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા વાઇરલ કરી દીધા હતા અને નિમ્ન પ્રકારની કોમેન્ટ લખી હતી.
જેથી પત્નીએ અમદાવાદના પોલીસ મથકે વડોદરામાં રહેતા પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પતિ અને પત્ની વચ્ચે સમાધાન થતા કોર્ટે ફરિયાદ રદ્દ કરવા હુકમ કર્યો હતો.
જો કે પતિને આવા કૃત્ય બદલ 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેને એક અઠવાડિયામાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરાવવાનો રહેશે. ત્યાર બાદ જ પતિ સામેની ફરિયાદ રદ્દ થશે.
કેસને વિગતે જોતા ચાલુ વર્ષે અમદાવાદના એક પોલીસ મથકે અમદાવાદમાં રહેતી યુવતીએ વડોદરામાં રહેતા તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેના પતિએ યુવતીના અંગત ફોટો સોશિયલ મીડિયા ઉપર મૂકીને તેને બદનામ કરવા કોશિશ કરી હતી.
પત્ની પતિથી અલગ પોતાના પિયર અમદાવાદમાં રહેતી હતી અને સાસરે જવા માંગતી નહોતી. પત્ની તેના પતિ અને સાસરિયાના વ્યવહારથી ખુશ નહોતી,જેથી પિયરમાં આવીને રહેતી હતી.
પત્નીની સોશિયલ મીડિયા ID તેનું પતિ વાપરતો હતો. પત્નીને છાતી અને પીઠના ભાગે એલર્જી થઈ હતી. તેના પતિએ તેને વોટ્સએપ કોલ કરીને તેને તે ભાગ બતાવવા દબાણ કર્યું હતું. તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું.
ત્યારબાદ પત્ની રોગીષ્ટ છે તેમ જણાવ્યું હતું. જો કે પત્નીએ કહ્યું હતું કે, આ એલર્જી મટી જવામાં છે. પતિ ઇચ્છતો હતો કે પત્ની પરત આવે, પરંતુ પત્ની તેમ કરવા માંગતી ન હોવાથી તેને બદનામ કરવા પતિએ વિડિયો વાઇરલ કર્યા હતા.