માનસિક બીમાર દીકરીના અંતિમ પગલાંથી પરપ્રાંતિય પરિવાર હતપ્રત
Rajkot,તા.05
શહેરના જામનગર રોડ સ્લમ કવાટર મારે તને ઝરી કામ કરી ગુજરાન ચલાવતા બિહારના મુસ્લિમ પરિવારની માનસિક બીમાર દીકરીએ કેરોસીન થી જાત જલાવી દેતા આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાય છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સ્લમ કવાટર રામાપીરના મંદિર પાસે જામનગર રોડ પર રહેતી નરગીસ બેન મોહમ્મદભાઈ શેખ ૧૮એ ગઈકાલે સવારે૯ વાગેપોતાના ઘરમાં જ કેરોસીન છાટી દિવાસળી ચાપી લેતા આખા શરીરે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં દાજી ગયેલી નરગીસ બેન નું આજે સિવિલ હોસ્પિટલમાં મોડી સાંજે ૮ વાગે મોત નીપજ્યું હતું.આપઘાત કરી લેનાર નરગીસ બેન ના પિતા સાડીનું ભરત કામ કરે છે માતા ઘર કામ કરે છે અને બિહારના પટનાના નિવાસી પરિવારમાં નરગીસ બેન ૬ ભાઈ બહેનોમાં મોટા હતા વર્ગીસ બેન છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમાર હતા અને આ બીમારી ની દવા ચાલુ હોય બીમારીથી કંટાળી તેમણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છેઆ અંગે પ્રદ્યુમન નગર પોલીસે તપાસ હાથ ધરી છે