પરણીતાના અંતિમ પગલાથી ત્રણ બાળકો એ માતાનું છત્ર ગુમાવ્યું
Dhrol,તા.05
કહેવત છે કે ઘર કંકાસથી પાણીયારા ના ગોળા નું પાણી પણ સુકાઈ જાય છે, સુખી લગ્નજીવન અને પરિવાર માં કંકાસ મોટા અનર્થ સર્જે છેધ્રોલ ના કોઠાધાર ની પરણીતાએ પતિના ત્રાસથી એસિડ પી લેતા રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલના કોઠાધાર ગામે રહી પીપોટૅક નામની ખાનગી કંપનીમાં નોકરી કરતી પ્રભાત બેન એ એસિડ પી લેતા પ્રથમ સારવાર ધ્રોલ અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી હતી ,ત્યારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ૨૦ વર્ષના ઘર સંસાર અને બે દીકરી અને એક દીકરા નું સંતાન સુખ ધરાવતી પ્રભાતબેન ને તેનો પતિનો ત્રાસ હોય પતિ કંઈ કામ ધંધો કરતો ન હોય અને દારૂ પીને માર જુડ કરતા હોય આ અંગે પ્રભાત બેન ની પુત્રી કોમલબેને તેના પિતાને એક શિક્ષિકા સાથે આડા સંબંધ હોય અવારનવાર પ્રભાતબેન ને ઘરમાંથી કાઢી મુકતા હતા અને પોતાની મિલકત પણ શિક્ષિકા ને નામે કરી દેવાની ધમકી આપતા હતા આ રોજના કંકાસથી કંટાળીને તેણે એસિડ પી લીધું હોવાનું પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું. પ્રભાત બેનના મૃત્યુ થી ત્રણ બાળકોએ માતાનું છત્ર ગુમાવ્યું છે આ અંગે ધ્રોલ પોલીસે તપાસ હાથ ધરી છ