કોર્ટ બિલ્ડીંગ પાસેથી ૧૯.૫૨ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે જલાલમીયાં કાદરીને ઝડપી પાડયો હતો
Rajkot,તા.05
એન.ડી.પી.એસ.ના ગંભીર ગુન્હામાં આરોપીને બિનતહોમત છોડી શકાય નહિં તેવી સરકારી વકીલ સમીર ખીરાની રજુઆતને ધ્યાને લઇને સેશન્સ કોર્ટે આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી. વધુ વિગત મુજબ તા.૦૩/૧૦/૨૦૨૪ ના રોજ એસ.ઓ.જી. દ્વારા કોર્ટ બિલ્ડીંગ પાસેથી માફક પદાર્થ એમ.ડી. ડ્રગ્સ સાથે આરોપી જલાલમીયાં કાદરીને ઝડપી પાડી ૧૯.૫૨ ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. હાલનો માદક પદાર્થ કોણે આપેલ તેની તપાસ કરતા આરોપી જલાલમીયા કાદરીએ અમદાવાદના અખતરનવાઝ મીરમહમદ પઠાણએ આપેલ હોવાનું જણાવેલ. બાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી, બન્ને આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. અમદાવાદના અખતરનવાઝ મરમહમદ પઠાણએ એડી. સેશન્સ કોર્ટમાં ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૬૦ મુજબ બિનતહોમત છોડી મુકવા અરજી કરી હતી. બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ સમીર ખીરાએ દલીલો કરેલ કે, આરોપી વિરૂધ્ધ એમડી ડ્રગ્સના જથ્થાનો સપ્લાય કરવાનો ગુન્હો હોય, આરોપીનો મુખ્ય રોલ હોય, પુરાવો આરોપી વિરૂધ્ધ નોંધાવો ખુબ જરૂરી હોય, આવા સંજોગોમાં આરોપીને બિનતહોમત છોડી શકાય નહિં તે તમામ દલીલો ધ્યાને લઈ સેશન્સ જજ ડિ. એસ. સિંઘે આરોપીની ડીસ્ચાર્જ અરજી નામંજુર કરી હતી.. આ કામે સરકાર તરફે સરકારી વકીલ સમીર એમ. ખીરા રોકાયેલા હતા.