હત્યા કરનાર બંને ભાઈઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી સીટી પોલીસે
Dhangadhra,તા.05
ધ્રાંગધ્રા શહેરમાં બે દિવસ પહેલા યુવતી સાથે વાત કરવા જેવી .નજીવી બાબતે પાડોશમાં રહેતા પરીવાર વચ્ચે થયેલી માથાકુટનો ખાર રાખી બે શખ્સો દ્વારા રામબોલ મંદિર નજીક બજારમાં દંપતી અને પુત્રી પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચતા આધેડ નુ મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.જયારે માતા પુત્રીને સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ મથક અને ઉચ્ચ અધિકારીઓ ધટના સ્થળે દોડી ગયા હતા .ધાંગધ્રા સિટી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી ભાઈને ઝડપી લીધા હતા. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વધુ વિગત મુજબ ધાંગધ્રાના કાનાના મંદિર પાસે રહેતા કલ્પેશભાઈ રમણીકભાઈ પરીખ ને બે દિવસ પહેલા પાડોસમાં રહેતા ઉદયભાઇ વ્યાસ સાથે છોકરી સાથે વાતચીત કરવા બાબતને બોલાચાલી થઈ હતી અને આ બાબતનું મન દુઃખ રાખી ગત રાત્રિના 8 વાગ્યાની આસપાસ આરોપી ઉદય વ્યાસ અને તેનો ભાઈ છરી લઈને આવી અને રામોલ મંદિરની પાસે કલ્પેશભાઈ પરીખ તેના પત્ની નિશાબેન પરીખ અને તેની પુત્રી ક્રિષ્નાબેન પરીખ બજારમાં ખરીદી કરીને ઘરે આવતા હતા ત્યારે આ બંને ભાઈઓએ કલ્પેશભાઈ પરીખ સાથે બોલાચાલી કરી અને ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી છરી વડે કલ્પેશભાઈ પરીખ તેના પત્ની નિશાબેન પરીખ અને તેની પુત્રી ક્રિષ્નાબેન પરીખ ઉપર છરીના ઘા ઝીંકી હુમલો કરતા ભારે દેકારો થતા આસપાસની દુકાનદારો અને લોકો દોડી આરોપી છરીના ધા મારી નાશી ગયા હતા. ઘાયલો નીચે પડી જતા આસપાસના લોકો દોડી આવી અને સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે કલ્પેશ ભાઈ પરીખને મૃત જાહેર કરવામાં આવ્યા જ્યારે ક્રિષ્નાબેન પરીખ અને નિશાબેન પરીખ ને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણો ધાંગધ્રા સીટી પોલીસ મથકના પીઆઇ એમ યુ મશી પીએસઆઇ એ કે વાઘેલાને થતા તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે નાસી છૂટેલા આરોપી ઉદય વ્યાસ અને તેના ભાઈને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસને બને આરોપી અગે ચોકસ બાતમી મળતા ઉદય વ્યાસ અને તેના ભાઈને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા. આ બનાવને લઈને ધાંગધ્રા સરકારી દવાખાને મા મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઉંટી પડ્યા હતા. મૃતક ધાંગધ્રા ડીસીડબલ્યુ ના નિવૃત કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે અને નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે અને કાયદો અને વ્યવસ્થા સામે બુદ્ધિજીવીઓ દ્વારા સવાલ ઉઠાવી રહ્યા છે. બનાવને લઈને હાલ ધાંગધ્રા સીટી પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સીટી પોલીસ મથકના સ્ટાફ દ્વારા હત્યા અને હત્યાની કોશિશની કલમ હેઠળ ફરિયાદ નોંધવા તજવી હાથ ધરવામાં આવી છે